Site icon

Gayatri Mantra Meaning: ગાયત્રી મંત્ર માત્ર પૂજા માટે નહીં, પણ જીવનને સાચી દિશા આપનાર શક્તિશાળી સાધન છે, જાણો તેનું મહત્વ

Gayatri Mantra Meaning: ગાયત્રી મંત્રના ત્રણ અર્થો માનવીને બુદ્ધિ, કર્મ અને આત્મબળ સાથે જોડે છે, જે જીવનમાં શાંતિ અને સફળતા લાવે છે

Gayatri Mantra Meaning The Three Profound Interpretations That Can Transform Your Life

Gayatri Mantra Meaning The Three Profound Interpretations That Can Transform Your Life

News Continuous Bureau | Mumbai

Gayatri Mantra Meaning: ગાયત્રી મંત્ર હિંદુ ધર્મમાં સૌથી ઊંચું સ્થાન ધરાવે છે. આ મંત્ર માત્ર ધર્મિક જ નહીં, પણ માનસિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. ઋગ્વેદ (Rigveda)ની શરૂઆત આ મંત્રથી થાય છે અને માનવામાં આવે છે કે બ્રહ્માજીએ ચાર વેદોની રચના કરતા પહેલાં આ મંત્રની રચના કરી હતી મંત્ર:ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।

Join Our WhatsApp Community

પ્રથમ અર્થ: ત્રણ લોક અને પરમાત્માનું ધ્યાન

આ મંત્રનો પ્રથમ અર્થ છે કે આપણે ત્રણ લોક — ભૂ: (પૃથ્વી), ભુવ: (ભૌતિક જગત) અને સ્વ: (સ્વર્ગ) —માં વ્યાપેલા પરમ પ્રકાશમાન પરમાત્માનું ધ્યાન કરીએ, જે સૃષ્ટિનો સર્જક છે. તે પરમાત્મા આપણને સદ્બુદ્ધિ આપે અને જીવનને સાચી દિશા તરફ દોરી જાય.

બીજો અર્થ: દુઃખનાશક અને પાપનાશક શક્તિ

બીજા અર્થ મુજબ, આ મંત્ર દુઃખ અને પાપનો નાશ કરનાર, તેજસ્વી અને સુખદાયક પરમાત્માની તરફ દોરી જાય છે. જ્યારે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી આ મંત્રનો જાપ કરે છે, ત્યારે તે પોતાની અંદર એવી શક્તિ અનુભવે છે, જે તેને સત્ય અને સારા કર્મોની તરફ દોરી જાય છે.

આ સમાચાર પણ વાંચો : Labh Panchami 2025: દિવાળીના પાંચમા દિવસે મનાવાય છે લાભ પંચમી,જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

ત્રીજો અર્થ: દરેક શબ્દની ઊંડાણભરી વ્યાખ્યા

આ મંત્રના દરેક શબ્દમાં દિવ્ય અર્થ છુપાયેલો છે — “ॐ” સર્વરક્ષક પરમાત્માનું પ્રતીક છે, “ભૂ:” પ્રાણશક્તિ, “ભુવ:” દુઃખનાશક, “સ્વ:” સુખનું સ્વરૂપ. “તત્સવિતુર્વરેણ્યં” પરમ પ્રકાશક શક્તિ, “ભર્ગો” શુદ્ધ વિજ્ઞાન, “દેવસ્ય” દેવતાઓનું, “ધીમહિ” ધ્યાન કરીએ અને “ધિયો યો ન: પ્રચોદયાત્” — તે પરમાત્મા અમારી બુદ્ધિને સારા કાર્યમાં પ્રેરણા આપે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Venus Transit: શુક્ર ગોચર 2025: આજે શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરીને બનાવશે નીચભંગ યોગ! આ રાશિઓની ચમકી ઉઠશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ: ૯ ઓક્ટોબર ૨૦૨૫, ગુરૂવાર,જાણો આપનું રાશિફળ
Labh Panchami 2025: દિવાળીના પાંચમા દિવસે મનાવાય છે લાભ પંચમી,જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version