રત્ન શાસ્ત્ર મુજબ કુલ ૯ મુખ્ય રત્નો અને ૮૪ ઉપરત્નો હોય છે. જો આ રત્નોને સાચી વિધિ અને નિયમ સાથે ધારણ કરવામાં આવે તો કરિયર, વ્યાપાર, ધન અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. જોકે, જ્યોતિષીય સલાહ વગર કોઈ પણ રત્ન પહેરવું અશુભ ફળ આપી શકે છે. આજે અમે તમને એવા ૩ રત્નો વિશે જણાવીશું જે વ્યાપારમાં તરક્કી અપાવવા માટે જાણીતા છે. રત્ન ધારણ કરતા પહેલા તેનું શુદ્ધિકરણ અને મંત્ર જાપ અત્યંત જરૂરી છે. ખોટી રીતે અથવા અશુભ મુહૂર્તમાં પહેરેલા રત્નો જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
૧. પન્ના રત્ન (Emerald)
પન્ના રત્નનો સંબંધ બુધ ગ્રહ સાથે છે. બુધને બુદ્ધિ, વાણી અને વ્યાપારનો કારક માનવામાં આવે છે. જો વ્યાપારમાં સતત નુકસાન થતું હોય, તો પન્ના ધારણ કરવાથી લાભ થાય છે.
ક્યારે પહેરવું: બુધવારના દિવસે.
કઈ આંગળીમાં: સોના કે ચાંદીમાં જડાવીને ટચલી આંગળીમાં .
આ સમાચાર પણ વાંચો : Glowing Skin Secrets: કાળી ત્વચા થી પરેશાન છો? ક્રીમ નહીં પણ બટાકાની છાલ અને દહીંનો આ લેપ ચમકાવશે ચહેરો; જાણો બનાવવાની સાચી રીત.
૨. મુંગા રત્ન (Coral)
આ રત્ન મંગળ ગ્રહ સાથે જોડાયેલું છે. તે આત્મવિશ્વાસ, સાહસ અને નેતૃત્વ ક્ષમતા વધારે છે. જે લોકો કરિયરમાં નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવતા હોય તેમના માટે મુંગા શ્રેષ્ઠ છે.
ક્યારે પહેરવું: મંગળવારના દિવસે.
કઈ આંગળીમાં: સોના, ચાંદી કે તાંબામાં અનામિકા આંગળીમાં (Ring finger). પુરુષોએ જમણા હાથે અને મહિલાઓએ ડાબા હાથે પહેરવું.
૩. જેડ રત્ન (Jade)
જેડ રત્ન પહેરવાથી વ્યક્તિની એકાગ્રતા વધે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. આ રત્ન ધારણ કરવાથી આવકના નવા સ્ત્રોત ઉભા થાય છે અને વ્યક્તિત્વમાં નિખાર આવે છે. તે ખાસ કરીને નોકરીયાત વર્ગ માટે પ્રગતિના દ્વાર ખોલે છે.
કોઈ પણ રત્ન ધારણ કરતા પહેલા તે તમારી કુંડળી મુજબ અનુકૂળ છે કે નહીં તેની ખાતરી કરી લેવી જોઈએ. રત્ન તૂટેલું કે ડાઘવાળું ન હોવું જોઈએ. ધારણ કરતા પહેલા તેને ગંગાજળ અથવા કાચા દૂધથી શુદ્ધ કરી તેના સંબંધિત ગ્રહના મંત્રોનો જાપ કરવો જોઈએ.
ડિસ્ક્લેમર: આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. કોઈ પણ રત્ન પહેરતા પહેલા અધિકૃત જ્યોતિષીની સલાહ લેવી હિતાવહ છે.