Site icon

Gemstone Wisdom:ચંદ્રનું રત્ન મોતી: શાંત મન અને સફળતા માટે વરદાન, પણ આ ૪ રાશિના જાતકો માટે બની શકે છે મુસીબતનું કારણ.

Gemstone Wisdom:મન શાંત રાખવા અને માનસિક તણાવ દૂર કરવા માટે રામબાણ છે મોતી; ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલા આ પવિત્ર રત્નને પહેરતા પહેલા જાણી લો સાચી રીત.

Gemstone Wisdom: 3 Major benefits of wearing Pearl (Moti); Why these 4 zodiac signs should avoid it.

Gemstone Wisdom: 3 Major benefits of wearing Pearl (Moti); Why these 4 zodiac signs should avoid it.

News Continuous Bureau | Mumbai
Gemstone Wisdom: જ્યોતિષ અને રત્નશાસ્ત્રમાં મોતીને અત્યંત ખાસ અને પવિત્ર રત્ન માનવામાં આવે છે. આ સૌમ્ય રત્નનો સીધો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે, જે આપણા મન, લાગણીઓ અને માનસિક સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમારું મન અશાંત રહેતું હોય અથવા તમે સતત ‘ઓવરથિંકિંગ’ કરતા હોવ, તો મોતી ધારણ કરવું તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. જોકે, રત્નશાસ્ત્ર મુજબ દરેક રત્ન દરેક વ્યક્તિને માફક આવતો નથી, તેથી તેને ધારણ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.

મોતી ધારણ કરવાથી થતા 3 મુખ્ય ફાયદા

માનસિક શાંતિ અને ક્રોધ પર નિયંત્રણ: મોતી પહેરવાથી મન શાંત થાય છે. જે લોકોને વધુ પડતો સ્ટ્રેસ રહે છે અથવા નાની વાતોમાં ગુસ્સો આવે છે, તેમના માટે મોતી ચમત્કાર જેવું કામ કરે છે. તે નકારાત્મક વિચારોને દૂર કરી મનમાં સકારાત્મકતા લાવે છે.
ઊંઘની ગુણવત્તામાં સુધારો: જો તમને રાત્રે સમયસર ઊંઘ નથી આવતી અથવા અનિદ્રાની સમસ્યા છે, તો મોતી ધારણ કરવાથી ફાયદો થઈ શકે છે. કુંડળીમાં ચંદ્ર મજબૂત થવાથી માનસિક સ્થિરતા વધે છે અને ઊંઘ સારી આવે છે.
સંબંધોમાં વધે છે સમજણ: જ્યારે તમે માનસિક રીતે શાંત હોવ અને ગુસ્સા પર કાબૂ રાખી શકો, ત્યારે જીવનના બાકીના પાસાઓ પણ સુધરવા લાગે છે. મોતી પહેરવાથી અંગત સંબંધોમાં સમજણ વધે છે અને વિવાદો ઓછા થાય છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Lipstick Beauty Hacks: સસ્તી લિપસ્ટિકને મેટ અને લોંગ-લાસ્ટિંગ બનાવવાની સરળ રીત, જાણો મેકઅપ એક્સપર્ટની ખાસ ટિપ્સ.

આ 4 રાશિના લોકોએ મોતી ન પહેરવું જોઈએ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કેટલાક લોકો શોખ ખાતર કોઈ પણ રત્ન પહેરી લે છે, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નીચે મુજબની રાશિના જાતકોએ જાણકાર જ્યોતિષની સલાહ વગર મોતી પહેરવાનું ટાળવું જોઈએ:
વૃષભ રાશિ
તુલા રાશિ
મકર રાશિ
કુંભ રાશિ

મોતી પહેરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન

ધાતુ: મોતીને હંમેશા ચાંદીની વીંટી માં જ જડાવવો જોઈએ. તેને સોનામાં પહેરવું યોગ્ય મનાતું નથી.
આંગળી: હાથની સૌથી નાની આંગળી એટલે કે ટચલી આંગળી (કનિષ્ઠા) માં મોતી ધારણ કરવો જોઈએ.
દિવસ: મોતી પહેરવા માટે સોમવાર નો દિવસ અને ચંદ્રનો હોરો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
નોંધ: કોઈપણ રત્ન પહેરતા પહેલા તમારી કુંડળી કોઈ અનુભવી જ્યોતિષને ચોક્કસ બતાવો જેથી તેની વિપરીત અસર ન થાય.

Gemology: પન્ના ધારણ કરવાના ફાયદા અને સાચા નિયમો, જાણો કઈ રાશિના જાતકો માટે છે શ્રેષ્ઠ
Shani Uday 2026: Shani Uday 2026: શનિદેવનો ઉદય આ 5 રાશિઓ માટે લાવશે મોટો કમબેક, પનોતીની અસરોમાં થશે ઘટાડો.
Today’s Horoscope : આજનો દિવસ:૪ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Remedies:શું તમે જાણો છો મુલ્તાની માટીના વાસ્તુ ફાયદા? આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારા ઘરનું નસીબ
Exit mobile version