Guru Purnima 2025: 10 જુલાઇ ના રોજ ગુરુ પૂર્ણિમા ના દિવસે ના કરો આ ભૂલો, માં લક્ષ્મી થઇ જશે નારાજ

Guru Purnima 2025: આ વર્ષે ગુરુ પૂર્ણિમા ગુરુવારના દિવસે આવી રહી છે, માતા લક્ષ્મી અને શ્રી હરિની કૃપા મેળવવા માટે પૂજાની ખાસ રીતો અપનાવો

by Zalak Parikh
Guru Purnima 2025Avoid These Mistakes During Worship on 10th July

News Continuous Bureau | Mumbai

Guru Purnima 2025: આ વર્ષે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈ, ગુરુવારના દિવસે ઉજવાશે. આ પવિત્ર તહેવાર ગુરુ અને માતા લક્ષ્મી ને સમર્પિત છે. આ દિવસે ચંદ્ર દેવ અને શ્રી હરિ વિષ્ણુની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે કેટલીક ભૂલો કરવી અશુભ માનવામાં આવે છે, જે માતા લક્ષ્મીની કૃપા મેળવવામાં અવરોધ ઊભો કરી શકે છે.

 

દૂધ અને ચાંદીના દાનથી બચો

ગુરુ પૂર્ણિમાના દિવસે દૂધ અને ચાંદી નું દાન કરવું અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દાનથી ચંદ્ર દોષ લાગવાની શક્યતા રહે છે, જે વ્યક્તિની આર્થિક સ્થિતિને અસર કરી શકે છે. તેથી આ દિવસે આ વસ્તુઓનું દાન ટાળવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Sawan Dreams 2025: જો તમને પણ શ્રાવણ માસ સમય આવા સપના દેખાય તો સમજી લો કે શિવજી ની તમારા પર વિશેષ કૃપા છે.

કાળા કપડાં અને ફાટેલા વસ્ત્રો ન પહેરો

આ દિવસે કાળા રંગના કપડાં અથવા ફાટેલા વસ્ત્રો પહેરવા નહીં જોઈએ. આ તિથિ માતા લક્ષ્મી  ને સમર્પિત છે અને કાળા રંગને અશુભ માનવામાં આવે છે. શુભ ફળ મેળવવા માટે ગુલાબી રંગના કપડાં પહેરવાની ભલામણ કરવામાં આવે છે.

ઘરમાં અંધારું ન રાખો અને તામસિક ભોજન ટાળો

ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરમાં અંધારું રાખવું અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે અંધારું હોવાથી માતા લક્ષ્મીનો નિવાસ ઘરમાં નથી થતો. સાથે સાથે, આ દિવસે તામસિક ભોજન જેમ કે માંસ અને મદિરા નું સેવન ટાળવું જોઈએ, કારણ કે તે માતા લક્ષ્મીની કૃપા મેળવવામાં અવરોધ ઊભો કરી શકે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Join Our WhatsApp Community

You may also like