News Continuous Bureau | Mumbai
ગુરુ બ્રહમા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર: । ગુરુ: સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમ: ॥
ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શંકર છે; ગુરુ એ પરબ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે કે તે સદગુરુઓને વંદન. વિશ્વમાં ગુરુને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. માતા-પિતા આપણા પ્રથમ શિક્ષક છે. એટલા માટે ગુરુનું સર્વોચ્ચ સ્થાન છે અને આ તહેવાર વિશ્વના વિવિધ સ્થળોએ ઉજવવામાં આવે છે.
ગુરુ સંસ્કૃતમાંથી ઉતરેલો શબ્દ છે. 'ગુ'નો અર્થ અંધકાર અને 'રૂ'નો અર્થ અંધકાર દૂર કરનાર થાય છે. આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે. આ તહેવાર હિંદુઓ, જૈનો અને બૌદ્ધો દ્વારા પોતાના ગુરુનો આદર અને સન્માન કરીને ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા બૌદ્ધ ધર્મના લોકો માટે ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે જ ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : દાયકાઓ બાદ આ વખતે ગુરુ પૂર્ણિમાએ બની રહ્યો છે અદભુત સંયોગ-પૂનમ ના દિવસે જરૂર થી કરો આ કામ
શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેથી વ્યક્તિએ હંમેશાં શિક્ષકોને માન આપવું જોઈએ. આ સિવાય સાચા માર્ગ તરફ દોરવામાં મદદ કરનાર માતા-પિતા, ભાઈ-બહેન કે આવી કોઈ પણ વ્યક્તિ આપણા માટે આદરણીય છે અને ગુરુ સમાન છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે જ થયો હતો. વેદ વ્યાસે જ માનવજાતને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે અને તેમના જન્મની તિથિને વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.