News Continuous Bureau | Mumbai
Guruwar Upay: સનાતન ધર્મમાં તિલક લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તિલક ( Tilak ) લગાવવાથી જીવનમાં તમારી કીર્તિ વધે છે. તેમજ ગુરૂવારે કેસરનું તિલક લગાવવામાં આવે છે.
ગુરુવારના દેવ ગુરુ દેવ ( Guru Dev ) બ્રહસ્પતિ છે. આ દિવસે તિલક ( Kesar tilak ) કરવાથી તમારા ગુરુને બળ મળે છે. કેસર ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. કેસર ના ઉપાય કરવાથી કુંડળીમાં ગુરુ બ્રહસ્પતિ બળવાન બને છે.
જો તમે પણ ગુરૂવારના દિવસે કેસરનું તિલક લગાવવા માંગતા હોવ તો તેને કોઈ પણ દિવસથી લગાવવાનું શરુ ન કરો.
Guruwar Upay: કેસરનું તિલક લગાવવા માટે કોઈપણ મહિનાના શુક્લ પક્ષના ગુરુવારથી તેની શરૂઆત કરો.
–કેસર ( Saffron ) ખૂબ જ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. તેને લગાવવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. જાણો કેસરનું તિલક લગાવવાના અન્ય શું છે ફાયદા.
આ સમાચાર પણ વાંચો: Narmada Pushkaram: 1 મે થી 12 દિવસ માટે નર્મદા પુષ્કરમ ઉત્સવનું થશે ભવ્ય આયોજન
-દરરોજ કેસરનું તિલક લગાવવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે.
-કેસરનું તિલક લગાવવાથી તમારો ગ્રહ ગુરુ બળવાન બને છે અને તમને નોકરી અને કરિયરમાં સફળતા મળે છે.
-શુક્લ પક્ષના પહેલા ગુરુવારથી તમે કેસરનું તિલક લગાવવાનું શરૂ કરો છો તો પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે.
-કામ અને વ્યવસાયમાં એકાગ્રતા જાળવી રાખવા માટે કેસરનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે.
-ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે રોજ કપાળ પર કેસરનું તિલક લગાવો.
-કેસરનું તિલક ન માત્ર તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો કરે છે અને તમને આગળ વધવાની પ્રેરણા પણ આપે છે.
-કેસરનું તિલક લગાવવાથી ભગવાન ભોલેનાથ, શ્રી હરિ વિષ્ણુ, ગણેશજી અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)