ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 માર્ચ 2021
આજે મહાશિવરાત્રિનો પાવન દિવસ છે. મહાકુંભનું પહેલું શાહી સ્નાન આજે છે. હરિદ્વારમાં હર કી પૌડી પર શાહી સ્નાન માટે શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી પડ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ વખતે કોરોના મહામારીને પગલે કુંભના સમયને ચાર મહિનાથી ઘટાડીને એક મહિના કરી દેવામાં આવ્યો છે. સરકારના જાહેરનામા મુજબ, કુંભ 1 એપ્રિલથી 30 એપ્રિલ એપ્રિલ સુધી જ રહેશે, પરંતુ અખાડાઓની પરંપરા મુજબ પહેલું શાહી સ્નાન મહાશિવરાત્રિના દિવસથી શરૂ થઈ રહ્યું છે.
શાહી સ્નાનની શરુઆતમાં જૂના અખાડા, આહ્વાન અખાડા, અગ્નિ અખાડા અને કિન્નર અખાડા લગભગ 11 વાગ્યે હર કી પૌડી બહ્મકુંડ પર સ્નાન કરવા માટે પહોંચશે. ત્યારબાદ લગભગ 1 વાગ્યે નિરંજની અખાડા અને આનંદ અખાડા હર કી પૌડી બ્રહ્મકુંડ પર સ્નાન કરશે. ત્યારબાદ લગભગ 4 વાગ્યે મહાનિર્વાણી અખાડા અને અટલ અખાડા શાહી સ્નાન કરશે.
આજે મહાશિવરાત્રી ના પાવન પર્વ પર કરો બારેય જ્યોતિર્લિંગના દર્શન અહીં.
હરિદ્વારમાં બુધવાર રાત 12 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ 22 લાખ ભક્તોએ ગંગામાં ડૂબકી લગાવી છે.