હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિપ્રસાદજી સ્વામી ગઈકાલે મોડી રાતે 11 વાગ્યે અક્ષરનિવાસી થયા છે.
સ્વામીજી અક્ષરનિવાસી થયાં હોવાની વાત વાયુવેગે ફેલાતા હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
હરિપ્રસાદ હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને મંગળવાર 27 જુલાઈ થી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે અને ત્યારબાદ 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે.
તેમના નિધન પર પ્રધાનમંત્રી મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિત અનેક નેતાઓ, ધર્મગુરુઓએ શોક વ્યક્ત કર્યો છે.
હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર, જિલ્લા ઉપરાંત દેશ-વિદેશામં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા.