News Continuous Bureau | Mumbai
Hariyali Amavasya 2025: હિંદુ ધર્મમાં અમાવસ્યાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને શ્રાવણ મહિનાની અમાવસ્યા, જેને હરિયાળી અમાવસ્યા કહે છે, તે દિવસે પિતૃદોષ અને ગ્રહદોષ દૂર કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. આ વર્ષે હરિયાળી અમાવસ્યા 25 જુલાઈ, ગુરુવારના રોજ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, મહાદેવ પર અભિષેક અને દાન કરવું શુભ માનવામાં આવે છે.
હરિયાળી અમાવસ્યાના દિવસે પિતૃદોષ દૂર કરવા માટે કરો આ દાન
શાસ્ત્રો અનુસાર, હરિયાળી અમાવસ્યાના દિવસે પિતૃઓના તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે. સાથે સાથે કાળા તલ,જવ, કાચા ચોખા, દહીં, ખાંડ, અને મીઠું જેવા પદાર્થોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરાવે છે અને કુંડળીમાં રહેલા અશુભ ગ્રહોનો પ્રભાવ પણ ઓછો થાય છે.
છત્રી અને ચંપલનું દાન પણ છે લાભદાયી
આ દિવસે છત્રી, ચમડાના જૂતાં અને ચંપલ નું દાન પણ પિતૃઓને પ્રસન્ન કરે છે. આ વસ્તુઓ જરૂરિયાતમંદો અથવા યોગ્ય બ્રાહ્મણોને પિતૃઓના નામે આપવી જોઈએ. આથી પિતૃદોષ દૂર થાય છે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે
આ સમાચાર પણ વાંચો : Nag Panchami: શ્રાવણ મહિનાની પાવન પંચમી તિથિએ આ રીતે કરો નાગદેવતાની પૂજા, મહાદેવ થશે પ્રસન્ન અને કાલસર્પ દોષ પણ થશે દૂર
સફેદ વસ્તુઓનું દાન અને મહાદેવને અભિષેક
હરિયાળી અમાવસ્યાના દિવસે ભગવાન શિવ ને દૂધ અથવા ગંગાજળ થી અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ ચોખા, ઘઉંનો લોટ, ખાંડ, દહીં અને મીઠું જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ ઉપાયોથી ગ્રહદોષ દૂર થાય છે અને જીવનમાં શાંતિ મળે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)