Site icon

Hariyali Amavasya 2025: 25 જુલાઈ ના રોજ છે હરિયાળી અમાવસ્યા, તે દિવસે કરો આ વસ્તુઓનું દાન મળશે પિતૃદોષ અને ગ્રહદોષથી મુક્તિ

Hariyali Amavasya 2025: શ્રાવણ મહિના શરૂ થતા પહેલા આવતી અમાવસ્યાને કહેવાય છે હરિયાળી અમાવસ્યા, આ દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે

Hariyali Amavasya 2025 Daan on This Day Can Remove Pitru Dosh and Grah Dosh

Hariyali Amavasya 2025 Daan on This Day Can Remove Pitru Dosh and Grah Dosh

News Continuous Bureau | Mumbai 

Hariyali Amavasya 2025: હિંદુ ધર્મમાં અમાવસ્યાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને શ્રાવણ મહિનાની અમાવસ્યા, જેને હરિયાળી અમાવસ્યા કહે છે, તે દિવસે પિતૃદોષ અને ગ્રહદોષ દૂર કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. આ વર્ષે હરિયાળી અમાવસ્યા 25 જુલાઈ, ગુરુવારના રોજ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, મહાદેવ પર અભિષેક અને દાન કરવું શુભ માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

હરિયાળી અમાવસ્યાના દિવસે પિતૃદોષ દૂર કરવા માટે કરો આ દાન

શાસ્ત્રો અનુસાર, હરિયાળી અમાવસ્યાના દિવસે પિતૃઓના તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે. સાથે સાથે કાળા તલ,જવ, કાચા ચોખા, દહીં, ખાંડ, અને મીઠું જેવા પદાર્થોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરાવે છે અને કુંડળીમાં રહેલા અશુભ ગ્રહોનો પ્રભાવ પણ ઓછો થાય છે.

છત્રી અને ચંપલનું દાન પણ છે લાભદાયી

આ દિવસે છત્રી, ચમડાના જૂતાં અને ચંપલ નું દાન પણ પિતૃઓને પ્રસન્ન કરે છે. આ વસ્તુઓ જરૂરિયાતમંદો અથવા યોગ્ય બ્રાહ્મણોને પિતૃઓના નામે આપવી જોઈએ. આથી પિતૃદોષ દૂર થાય છે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે

આ સમાચાર પણ વાંચો : Nag Panchami: શ્રાવણ મહિનાની પાવન પંચમી તિથિએ આ રીતે કરો નાગદેવતાની પૂજા, મહાદેવ થશે પ્રસન્ન અને કાલસર્પ દોષ પણ થશે દૂર

સફેદ વસ્તુઓનું દાન અને મહાદેવને અભિષેક

હરિયાળી અમાવસ્યાના દિવસે ભગવાન શિવ ને દૂધ અથવા ગંગાજળ થી અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ ચોખા, ઘઉંનો લોટ, ખાંડ, દહીં અને મીઠું જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ ઉપાયોથી ગ્રહદોષ દૂર થાય છે અને જીવનમાં શાંતિ મળે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Pitru Paksha 2025: જાણો પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધથી પ્રસન્ન પિતૃ આ રીતે આપે છે વંશજોને આશીર્વાદ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Surya Grahan 2025: સર્વપિતૃ અમાવસ્યાના દિવસે લાગશે સૂર્ય ગ્રહણ, જાણો તે દિવસે શું રાખવું ધ્યાન
Exit mobile version