News Continuous Bureau | Mumbai
શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન(Raksha bandhan). રક્ષાબંધન એટલે ભાઈ(Brother)ની રક્ષા માટે બહેનો(sister) દ્વારા ઉજવાતો ઉત્સવ. (Festival) રક્ષાબંધન તહેવારનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે અને તેની સાથે અસંખ્ય પૌરાણિક કથા(mythical stories)ઓ જોડાયેલી છે. સંસ્કૃતમાં રક્ષાબંધન એટલે રક્ષાની દોરી બંધાવી જ્યાં ભાઈ તેની બહેનને રક્ષણનું વચન(promise) આપે છે. આ શુભ દિવસે બહેનો ધાર્મિક રીતે તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની સમૃદ્ધિ અને સુખી જીવનની કામના કરે છે. બદલામાં, ભાઈ દરેક સંજોગોમાં તેની બહેનનું રક્ષણ કરવા અને તેની સંભાળ રાખવાનું વચન આપે છે. તેનું બીજું નામ ‘બળેવ’ છે.
રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો(bhraman) જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર(Coconut) વડે દરિયા(Sea)ની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ(nariyal poonam) પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઊજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે.
આ સમાચાર પણ વાંચો : મંદિરે જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન-નહીં તો ભોગવવું પડશે મોટું નુકશાન
પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો. “કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…” અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો. તો મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો. આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ ભગવાનને છોડાવ્યા હતા.