Astrologer Dr Khoja: આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વાસ્તુ અને નાડી જ્યોતિષ ડૉ ખોજા, તેમને કરેલી અનેક આગાહી સાચી પુરવાર થઈ છે.

Astrologer Dr Khoja: વાસ્તુ શાસ્ત્રમાં પીએચ.ડી. કરનાર ડૉ. ખોજા ફિલ્મોદ્યોગ હોય કે કૉર્પોરેટ વર્લ્ડ કે રાજકીય નેતાઓમાં જાણીતું નામ છે. ડૉ. ખોજાએ કરેલી અનેક આગાહી સાચી પુરવાર થઈ છે

by Hiral Meria
Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja

News Continuous Bureau | Mumbai

Astrologer Dr Khoja: વાસ્તુ અને નાડી જ્યોતિષના વિદ્વાન ડૉ. ખોજા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું નામ છે. તેઓ આ ક્ષેત્રમાં અનેક વરસોથી વાસ્તુ અને નાડી જ્યોતિષનો અભ્યાસ કરી રહ્યા છે. ડૉ. ખોજા તેમના પોતાના સંશોધનોના આધારે, આધુનિક પદ્ધતિ દ્વારા વાસ્તુ અને નાડી દોષને દૂર કરવામાં માહેર છે. દેશ-દુનિયાની ખ્યાતનામ વ્યક્તિઓ માટે ખોજા એક વિશ્વસનીય નામ છે. 

ડૉ. ખોજા ( Dr Khoja ) મોહમયીનગરીના એક અગ્રણી જ્યોતિષ તરીકે ખ્યાતનામ છે. જાણીતા કલાકારો, ટોચના રાજકારણીઓ અને કોર્પોરેટ હાઉસ તેમની સલાહ લેતા હોય છે. તેમની ભવિષ્યવાણી અને જડમૂળથી તકલીફ દૂર કરવાની પદ્ધતિને કારણે દેશ-વિદેશના અગ્રણીઓ તેમની સલાહ લેવા આવે છે કે જે-તે દેશમાં આમંત્રિત કરતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રની (Astrologer )  આગવી સૂઝબૂઝ અને ઊંડા અભ્યાસને કારણે તેમની પાસે આવનાર વ્યક્તિ કઈ કહે એ અગાઉ જ તેમની મુસીબતોનો અંદાજ તેમને આવી જાય છે.

Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja

Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja

વાસ્તુ શાસ્ત્રમાં પીએચ.ડી. કરનાર ડૉ. ખોજા ( Astrologer Dr Khoja ) ફિલ્મોદ્યોગ હોય કે કૉર્પોરેટ વર્લ્ડ કે રાજકીય નેતાઓમાં જાણીતું નામ છે. તેમની ખાસ વિશેષતા એ છે કે નાડી જ્યોતિષની સાથે લાલ કિતાબ, રમલ (ફારસી), ફેસ રીડિંગ, હસ્તરેખા, અંક શાસ્ત્ર, લોશુ ગ્રિડ, હિબ્રુ (મિસર), કબલા (સ્પેનિશ) જેવા અનેક શાસ્ત્રના નિષ્ણાત છે. ડૉ. ખોજા કહે છે કે મારા અસીલોની સમસ્યા દૂર કરવા તેમના નામ કે ઘરમાં સામાન્ય ફેરફાર કરવાની સલાહ આપું છું. તેમની સમસ્યાઓના નિરાકરણ માટે ખાસ વિકસાવવામાં આવેલા સોફ્ટવેરનો ઉપયોગ કરું છું જેથી ઝીણવટભરી ગણતરીમાં કોઈ ભૂલ રહી ન જાય. જ્યોતિષ શાસ્ત્રમાં જો ગણતરી ચોક્કસ હોય તો સમાધાન મેળવવાનું સરળ બની જાય છે.

Astrologer Dr Khoja:  તમારી પાસે કોઈ અસીલ આવે તો તેમની જન્મપત્રિકા જોઈને સલાહ આપો છો કે પ્રશ્ન કુંડળી બનાવો છો?

મારી સલાહ માટે આવનારે જન્મપત્રિકા કે કુંડળી લાવવાની જરૂર નથી. માત્ર તેમનો જન્મનો સમય, તારીખ અને કયા શહેરમાં જન્મ થયો છે એટલી વિગત મારા માટે પૂરતી છે. એના આધારે સરળ અને સીધાસાદા ફેરફાર કરવાની સલાહ આપું છું જે તેમને સકારાત્મક પરિણામ આપે છે. હું ઑફિસ કે ઘરમાં મોટા ફેરફાર કરવાની સલાહ આપતો નથી. અમુક સાધારણ ફેરફાર અને જીવનશૈલીમાં અમુક સાવધાની રાખવાની સલાહ આપું છું.

આ સમાચાર પણ વાંચો:  Fit India Fit Media: પત્રકારોના સ્વાસ્થ્ય રક્ષા માટે ગુજરાત સરકારની પહેલ, CM ભૂપેન્દ્ર પટેલે આ રાજ્યવ્યાપી પ્રોગ્રામનો કરાવ્યો શુભારંભ.

વિખ્યાત સેલિબ્રિટી જ્યોતિષ ( Celebrity Astrology ) ડૉ. ખોજાએ વાસ્તુના મહત્ત્વને સમજાવતા કહ્યું કે, આપણામાંથી મોટાભાગના લોકોને ખ્યાલ નથી હોતો કે આપણા બેડરૂમ-ઘરના ટોઇલેટ ખોટી જગ્યાએ હોય તો એ તમારી સમસ્યાનું મૂળ હોઈ શકે છે. લગભગ 80 ટકા ઘર આ દોષથી પીડિત હોય છે. અગાઉ ટોઇલેટ્સ ઘરની બહાર રહેતા. પરંતુ આજના શહેરી જીવનમાં એ વ્યવહારિક રીતે સંભવિત નથી. આને કારણે જીવનમાં મુશ્કેલીઓનો દોર શરૂ થાય છે. જોકે એનો એકમાત્ર ઉપાય વાસ્તુ શાસ્ત્ર છે. જેના થકી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકાય. ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થવાને કારણે જે સમસ્યાઓ છે એ હળવી થાય છે.

Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja

Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja

સામાન્ય લોકોનું માનવું છે કે સલાહની સાથે જે કોઈ ચીજ-વસ્તુનો ઉપયોગ કરો છો એની ભારે ફી વસુલતા હો છો. પ્રશ્નના જવાબમાં ડૉય ખોજા કહે છે કે, ઘણા જ્યોતિષ તેમના ગ્રાહકોને મોંઘી વીંટી અને રત્ન ખરીદવાની સલાહ આપે છે. જ્યારે હું મૂળભૂત સામગ્રી લેવાની સલાહ આપું છું જે મોંઘી હોતી નથી.

Astrologer Dr Khoja:  શું તમે ઑનલાઇન સલાહ આપો છો?

ચોક્કસ. મેં અગાઉ કહ્યું તેમ મને જન્મતારીખ, જન્મ સમય અને ક્યા શહેરમાં જન્મ થયો છે એટલી વિગતના આધારે સલાહ આપતો હોઉં છું. એટલે ઑનલાઇન સલાહ પણ આપી શકાય. બાકી, વ્યક્તિના જીવનનો આધાર વાસ્તુ છે. જ્યારે કુંડળી અને નાડી ( Nadi Astrology ) સાથે જ્યોતિષ એના ઘટક છે. એકવાર આધાર ઠીક થઈ જાય તો બાકીની વસ્તુઓ પણ યોગ્ય સ્થાને આવી જતી હોય છે. મેં ઘણા લોકોના ઘરોમાં સરળ અને ઓછા ખર્ચે કરાવેલા ફેરફારોએ તેમના જીવનને બદલી નાખ્યું છે. એનું કારણ છે પ્રતિકુળ રાશિ નક્ષત્ર અનુકુળ ઘર કે સ્થિતિમાં આવી જાય.

Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja

Internationally renowned Vastu and Nadi Astrologer Dr Khoja

શું એ વાત સાચી છે કે આપના ગ્રાહકોમાં કેન્યા અને દુબઈના મહાનુભાવો પણ સામેલ છે?

હા, એકદમ સાચી વાત છે કે મારા ગ્રાહકોમાં કેન્યા અને દુબઈના અનેક ઉદ્યોગપતિઓ છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More