News Continuous Bureau | Mumbai
જૂનાગઢમાં કારતક સુદ સાતના 31 ઓક્ટોબર ના સોમવારે જલારામ બાપાની 223 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે જેને લઈ લોહાણા સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે જેને લઇ તડામારમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે દુબઈમાં પણ જલારામ જયંતિ ની ઉજવણી કરાશે જલારામ જયંતીના દિવસે દુબઈ સ્થિત જલારામ ભક્તો દ્વારા અન્નકૂટ નો થાળ પણ ધરાવવામાં આવશે તેમજ સમૂહ પ્રસાદીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આમ સમગ્ર વિશ્વ માં રહેતા જલારામ ભક્તો દ્વારા ઉજવવામાં આવશે
જૂનાગઢમાં આગામી તારીખ 31 ઓક્ટોબર સોમવારે સમગ્ર વિશ્વમાં રહેતા જલારામ ભક્તો દ્વારા જલારામ બાપાની જન્મ જયંતી 223 મી જયંતીની ઉજવણી કરવામાં આવશે જેમાં જલારામ મંદિર,હવેલી ગલી ઉપરાંત જલારામ ભક્તિ ધામ ખાતે વિવિધ કાર્યક્રમોને લઈ તૈયારીઓ શરૂ કરાવી છે જલારામ મંદિરે ધ્વજા રોહન ઉપરાંત અન્નકૂટ દર્શન આરતી સત્સંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે લોહાણા નાત જમણ અને જલારામ ભક્તો માટે પ્રસાદ જલારામ બાપાની ભવ્ય શોભા યાત્રા ઉપરાંત 223 દેવડાઓ રૂપે આરતી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જલારામ જયંતિ ની ઉજવણી જય જલારામ ના નાદ સાથે થશે જલારામબાપાની 223 મી જન્મ જયંતીની દુબઈમાં પણ ભવ્ય રીતે ઉજવણી કરાશે લોહાણા સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે જેને લઇ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તાજેતરમાં જ દુબઈમાં હિન્દુ મંદિરના કરાયેલા પ્રાણ પ્રતિ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી તે મંદિરમાં જલારામબાપા પણ બિરાજમાન છે દુબઈમાં રહેતા જલારામ ભક્તો દ્વારા અન્નકૂટ ભોગ ઉપરાંત સમૂહ પ્રસાદી કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું છે