વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાનું મંદિર 27થી 30મી માર્ચ સુધી બંધ રહેશે.
કોરોના સંક્રમણ ન વધે તે માટે હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ જગત મંદિર દ્વારકાને 27થી 29 માર્ચ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.