Site icon

Jyeshtha Purnima 2025: આજે છે વટ સાવિત્રી વ્રત, જાણો સ્નાન-દાન અને પૂજન વિધીના શુભ મુહૂર્ત

Jyeshtha Purnima 2025: જેઠ માસની પૂર્ણિમા પર ગંગાસ્નાન, વટસાવિત્રી વ્રત અને ચંદ્રદેવની પૂજા લાવે છે અક્ષય પુણ્ય

Jyeshtha Purnima 2025 Know the Auspicious Time for Bath, Donation and Worship

Jyeshtha Purnima 2025 Know the Auspicious Time for Bath, Donation and Worship

News Continuous Bureau | Mumbai

Jyeshtha Purnima 2025: હિંદુ પંચાંગ અનુસાર, જેઠ માસની પૂર્ણિમા સૌથી પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ વર્ષે જેઠ પૂર્ણિમા 10 જૂન 2025ના રોજ ઉજવાશે. આ દિવસે ગંગાસ્નાન, દાન અને વટસાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે સ્નાન અને દાનથી પાપોનો નાશ થાય છે અને ચંદ્રદોષથી મુક્તિ મળે છે.

Join Our WhatsApp Community

 

શુભ મુહૂર્ત અને ચંદ્રદેવ દર્શન

જેઠ પૂર્ણિમાની તિથિ 10 જૂન સવારે 8:05 વાગ્યે શરૂ થઈ થશે અને 11 જૂન સવારે 9:43 વાગ્યે પૂર્ણ થશે. પૂર્ણિમા નો ચાંદરાત્રે 10:50 વાગ્યે દેખાશે. સ્નાન અને દાન માટે શ્રેષ્ઠ સમય સવારે 4:02 થી 4:42 સુધીનો છે. આ સમયગાળા દરમિયાન ગંગાસ્નાન અને દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે.

 

પૂજન વિધી અને વ્રતનું મહત્વ

આ દિવસે ભક્તોએ વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ભગવાન શિવ  અને વિષ્ણુ ની પૂજા કરવી, પીપળાના વૃક્ષની પૂજા કરવી અને ચંદ્રદેવને દુધથી અર્ઘ્ય આપવો શુભ માનવામાં આવે છે. વટસાવિત્રી વ્રત પણ આ દિવસે રાખવામાં આવે છે, જે સુહાગની દીર્ઘાયુ માટે મહત્વપૂર્ણ છે.

આ સમાચાર પણ વાંચો : Bada Mangal 2025: આજે છે જેઠ માસનો છેલ્લો મોટો મંગળવાર, જાણો પૂજન વિધી અને શુભ મુહૂર્ત

જેઠ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ

જેઠ પૂર્ણિમા પૂર્ણત્વનું પ્રતિક છે. આ દિવસે ચંદ્રદેવ સંપૂર્ણ રૂપે દેખાય છે. હિંદુ ધર્મમાં આ તિથિ પર કરેલા ઉપવાસ અને દાનથી પિતૃઓ નો આશીર્વાદ મળે છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્રદોષથી પીડિત લોકો માટે આ દિવસ વિશેષ લાભદાયી છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Ruchak Rajyog 2025: ડિસેમ્બરમાં મંગળ બનાવશે રૂચક રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version