ન્યુઝ કંટીન્યુઝ
ચૌદશ તિથિ 13 નવેમ્બર એટલે આજે બપોરે લગભગ 3 વાગ્યાથી શરૂ થઇને 14મીએ બપોરે 2 વાગ્યા સુધી રહેશે, એટલે યમ દીપદાન શુક્રવારે એટલે આજે સાંજે કરવું જોઇએ અને ઔષધીસ્નાન 14 નવેમ્બરના રોજ સૂર્યોદય પહેલાં કરવું શુભ રહેશે. કાળીચૌદશ 13 અને 14 નવેમ્બરે છે. કાળી ચૌદશ કાલે બપોરે 2 વાગ્યા સુધી રહેશે, આજે સાંજે યમપૂજા અને દીપદાન કરવું, શનિવારે સવારે ઔષધીસ્નાન થશે. સ્કંદ પુરાણ પ્રમાણે, આ તિથિમાં સાંજે યમરાજ માટે દીપદાન આપવાથી અકાળ મૃત્યુ થતું નથી. ભવિષ્ય અને પદ્મ પુરાણ પ્રમાણે ચૌદશ તિથિમાં સૂર્યોદય પહેલાં જાગીને અભ્યંગ એટલે તેલ માલિશ કરીને ઔષધીસ્નાન કરવું જોઈએ. આવું કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે.