News Continuous Bureau | Mumbai
Kartik Purnima કાર્તિક પૂર્ણિમા પાંચ નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ વખતે કાર્તિક પૂર્ણિમા પર શિવવાસ અને અમૃતસિદ્ધિ યોગનો સંયોગ બની રહ્યો છે. શિવવાસનો યોગ હોવાથી આ દિવસે શિવ પૂજા પણ ફળદાયી રહેશે, કારણ કે શિવનો નિવાસ હશે, વળી અમૃતસિદ્ધિ યોગને કારણે આ દિવસે જે પણ મનોકામના અને કાર્યો કરવામાં આવશે, તે સફળ થશે. તેથી, આ વખતે દેવ દિવાળી ખૂબ જ શુભ યોગમાં ઉજવવામાં આવશે.કાર્તિક પૂર્ણિમા પર ગંગા સ્નાનનું મહત્વ છે, આ દિવસે પિતૃઓ માટે ગંગા સ્નાન અને સાંજે દીપદાન કરવામાં આવે છે. સ્નાન-દાનનું મહત્વ હોવાને કારણે આ પવિત્ર નદીઓમાં લાખો લોકો સ્નાન કરવા માટે આવે છે. આ દિવસે અન્ન, ધન અને વસ્ત્રનું દાન પણ ખૂબ મહત્વ ધરાવે છે, એવું કહેવાય છે કે આ દિવસે તમે જે પણ વસ્તુનું દાન કરો છો, તેનાથી અનેક ગણો લાભ મળે છે. તમારું તે દાન સ્વર્ગ સુધી તમારો સાથ નિભાવે છે અને મૃત્યુ લોક છોડ્યા પછી સ્વર્ગમાં મળે છે.
કાર્તિક પૂર્ણિમા પર છે ભદ્રાનો છાયો
તમને જણાવી દઈએ કે કાર્તિક પૂર્ણિમા પાંચ નવેમ્બરના દિવસે જ દેવ દિવાળી પણ ઉજવવામાં આવે છે. આ વર્ષે ચાર નવેમ્બર, મંગળવારની રાત્રે ૧૦:૩૬ વાગ્યે પૂર્ણિમાની તિથિ શરૂ થઈ રહી છે અને બીજા દિવસે ૬.૪૯ મિનિટે ઉદયા તિથિમાં પાંચ નવેમ્બરના રોજ કાર્તિક પૂર્ણિમા ઉજવવામાં આવશે. આ દિવસે સ્નાન-દાનનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તેથી ઘણા લોકો આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે.
શિવવાસ અને અમૃતસિદ્ધિ યોગમાં આ કાર્તિક પૂર્ણિમા પર ઘણા શુભ યોગ બની રહ્યા છે. પંચાંગ અનુસાર આ દિવસે ભદ્રા પણ છે. પૂર્ણિમાના પ્રવેશની સાથે જ ભદ્રા શરૂ થઈ જશે, જે બુધવારના રોજ સવારે ૮:૪૪ વાગ્યા સુધી રહેશે. જોકે બુધવારના રોજ લાગનારી ભદ્રા ભદ્રિકા કહેવાય છે. પૂર્ણિમા અર્થાત્ પૂર્વાર્ધની ભદ્રા દિવસે અશુભ હોય છે.
આ સમાચાર પણ વાંચો: Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
કેમ ઉજવવામાં આવે છે કાર્તિક પૂર્ણિમા?
કાર્તિક પૂર્ણિમાને ત્રિપુરી પૂર્ણિમા અથવા ગંગા સ્નાનના નામથી પણ ઓળખવામાં આવે છે. એક પંડિત ના જણાવ્યા મુજબ આ પૂર્ણિમાને ત્રિપુરી પૂર્ણિમા એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન ભોલેનાથે ત્રિપુરાસુર નામના ભયાનક અસુરનો અંત કર્યો હતો અને તેઓ ત્રિપુરારી પણ કહેવાવા લાગ્યા. આ દિવસે જ્યારે ચંદ્ર આકાશમાં ઉદય થઈ રહ્યો હોય, તે સમયે શિવા, પ્રીતિ, ક્ષમાનું પૂજન કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી આખા વર્ષ સ્નાન કરવાના મહાફળની પ્રાપ્તિ થાય છે.
