Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ફાગણ સુદ બીજ છે

todays horoscope today 19 February 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 19 February 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ફાગણ સુદ બીજ

 

“દિન મહીમા”

કુલરીયા બીજ, પંચક, શ્રીરામકૃષ્ણ પરમહંસ જયંતિ, જૈન અરનાથ ચ્યવન, મુ.રમજાન શરુ, છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ, શ્રી ગીરધરનાથજી ઉત્સવ-સુરત, સૂર્ય શતતારમાં ૧૮:૩૪

 

“સુર્યોદય” – ૦૭.૦૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૯ થી ૧૫.૪૬

 

“ચંદ્ર” – કુંભ, મીન(૧૪.૫૯)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૫૯ સુધી કુંભ રહેશે ત્યારબાદ રાશી મીન રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૨૦.૫૦)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર(૧૪.૫૯)

બપોરે ૨.૫૯ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૦૬ – ૦૮.૩૨ 

ચલ: ૧૧.૨૬ – ૧૨.૫૨ 

લાભઃ ૧૨.૫૨ – ૧૪.૧૯ 

શુભઃ ૧૭.૧૨ – ૧૮.૩૯ 

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૩૯ – ૨૦.૧૨

ચલઃ ૨૦.૧૨ – ૨૧.૪૬ 

લાભઃ ૨૪.૫૨ – ૨૬.૨૫ 

શુભઃ ૨૭.૫૯ – ૨૯.૩૨ 

અમૃતઃ ૨૯.૩૨ – ૩૧.૦૫ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ માધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

 

“મકરઃ”(ખ,જ)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મન ના લાગે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Navratri Gaja Kesari Yoga નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યો અદ્ભુત ગજકેસરી યોગ ‘આ’ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version