ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે 2021
સોમવાર
કેદારનાથધામનાં કપાટ આજે સવારે પાંચ વાગ્યે મેષ લગ્નના શુભ સંયોગમાં વિધિ-વિધાન સાથે ખોલી નાખવામાં આવ્યાં છે. કપાટ ખૂલ્યા બાદ મંદિરમાં પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં તીર્થ-પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા. જુઓ તસવીરો અને વિડીયો

શ્રી કેદારનાથધામના કપાટ ખૂલવાના અવસરે હૃષીકેશના દાનીદાતા સૌરભ કાલરા ગ્રુપ દ્વારા શ્રી કેદારનાથ મંદિરને 11 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સંક્રમણના કારણે આ વર્ષે ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. જોકે સરકારે કહ્યું છે કે સામાન્ય યાત્રિકોને ચારધામ યાત્રા માટે છૂટ આપવા પર ભવિષ્યમાં વિચાર કરી શકાય છે. હાલ કોઈને પણ મંજૂરી નથી.

આજે સવારે શુભ મુહૂર્તમાં ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, જુઓ વિડિયો…#uttrakhand#KedarnathDham #kedarnathtemple pic.twitter.com/fkX0ZNp5Ng
— news continuous (@NewsContinuous) May 17, 2021