News Continuous Bureau | Mumbai
Kendra Trikona Rajyog 2025: વૈદિક જ્યોતિષ અનુસાર 13 જુલાઈ 2025ના રોજ શનિદેવ મીન રાશિમાં વક્રી થવાના છે. આ વક્રી ગતિથી 30 વર્ષ બાદ કેદ્ર-ત્રિકોણ રાજયોગ બનશે. આ યોગ ખાસ કરીને વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકો માટે ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. આ યોગથી અચાનક ધન લાભ, કારકિર્દીમાં વૃદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠા મળવાની શક્યતા છે.
કેદ્ર-ત્રિકોણ રાજયોગ શું છે?
જ્યારે કુંડળીના કેદ્ર ભાવ (1, 4, 7, 10) અને ત્રિકોણ ભાવ (1, 5, 9)ના સ્વામી એકબીજાને સપોર્ટ કરે છે, ત્યારે કેદ્ર-ત્રિકોણ રાજયોગ બને છે. આ યોગથી વ્યક્તિને જીવનમાં સફળતા, ધન, અને માન-સન્માન મળે છે.
વૃશ્ચિક રાશિ માટે લાભ
શનિ વૃશ્ચિકના પંચમ ભાવમાં છે અને ત્રીજા તથા ચોથા ભાવના સ્વામી છે. આથી કેદ્ર-ત્રિકોણ રાજયોગ રચાય છે. વિદ્યાર્થીઓ, વેપારીઓ અને લગ્ન માટે રાહ જોઈ રહેલા લોકો માટે આ સમય શુભ છે. શનિની દૃષ્ટિ એકાદશ ભાવ પર હોવાથી સામાજિક સંપર્ક અને ભાગીદારીથી લાભ મળશે.
આ સમાચાર પણ વાંચો : Sawan 2025: શ્રાવણ માસમાં શિવલિંગ પર ચઢાવો ‘શિવા મુઠ્ઠી’, ખુલશે ભાગ્યના દરવાજા
ધનુ રાશિ માટે લાભ
શનિ ધનુના ચોથા ભાવમાં વક્રી છે, જે ઘર, સંપત્તિ અને વાહન સંબંધિત લાભ આપે છે. શનિની દૃષ્ટિ છઠ્ઠા ભાવ પર હોવાથી લોન, વિવાદ અને આરોગ્ય સંબંધિત બાબતોમાં સુધારો થશે. આ સમય ધન સંચય અને સ્થિરતા માટે અનુકૂળ છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)