Site icon

Kendra Yog 2025:1 ઓગસ્ટથી આ રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય, શનિ-શુક્રના યોગથી મળશે વિશેષ લાભ

Kendra Yog 2025: 1 ઓગસ્ટે શનિ અને શુક્ર વચ્ચે બનતો કેન્‍દ્ર યોગ લાવશે મેષ, મિથુન અને કુંભ રાશિવાળાઓ માટે શુભ સમાચાર

Kendra Yog 2025 From August 1, Golden Time Begins for These Zodiac Signs

Kendra Yog 2025 From August 1, Golden Time Begins for These Zodiac Signs

News Continuous Bureau | Mumbai 

Kendra Yog 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ ન્યાયના દેવતા છે અને મકર-કુંભ રાશિના સ્વામી છે. હાલમાં તેઓ મીન રાશિમાં છે અને 1 ઓગસ્ટે સાંજે 7:01 વાગ્યે શુક્ર સાથે 90 ડિગ્રી પર આવીને કેન્‍દ્ર યોગ  બનાવશે. આ યોગ કેટલીક રાશિઓ માટે સુવર્ણ અવસર લઈને આવશે. ખાસ કરીને મેષ, મિથુન અને કુંભ રાશિવાળાઓ માટે આ સમયગાળો લાભદાયક સાબિત થશે.

Join Our WhatsApp Community

મેષ રાશિ માટે કેન્‍દ્ર યોગના લાભ

મેષ રાશિવાળાઓ માટે કેન્‍દ્ર યોગ કારકિર્દી માં સફળતા લાવશે. અટકેલા કામો સરળતાથી પૂર્ણ થશે અને મહેનતનું પૂરતું ફળ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખાસ લાભ મળશે. આવકમાં વધારો થશે અને સરકારી કામકાજમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સુખદ સમય વિતાવાની શક્યતા છે.

મિથુન રાશિ માટે લાભદાયક સમય

મિથુન રાશિવાળાઓને વાહન, જમીન અને ધન લાભ થશે. પિતૃ સંપત્તિ સંબંધિત વિવાદોનો ઉકેલ આવશે. કાર્યક્ષેત્રમાં ઓળખ મળશે અને પરિવારમાં ખુશીઓ આવશે. વિદેશથી કામ કરતા લોકો માટે પણ આ સમય લાભદાયક રહેશે. નવા આવકના સ્ત્રોત ઊભા થશે.

આ સમાચાર પણ વાંચો : Shani Dev Puja: કુંભ, મીન અને મેષ રાશિવાળાઓ ની ચાલી રહી છે શનિ ની સાડેસાતી, આ રીતે કરો શાસ્ત્રોક્ત વિધિથી પૂજા, સાડેસાતીનો પ્રભાવ થશે ઓછો

કુંભ રાશિ માટે પ્રેમ અને કારકિર્દી બંનેમાં લાભ

કુંભ રાશિવાળાઓ માટે કેન્‍દ્ર યોગ પ્રેમ જીવન માં સુધારો લાવશે. સંબંધોમાં મીઠાશ આવશે અને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને બોનસ મળવાની શક્યતા છે. વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Hanuman chalisa: હનુમાન ચાલીસાની આ ચોપાઈ કરે છે ચમત્કાર, માત્ર જાપ કરવાથી બજરંગબલી આપે છે દર્શન
Shani Gochar 2025: દશેરા પછી ‘આ’ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ; શનિના નક્ષત્ર ગોચરથી બનશે માલામાલ
Surya Grahan 2025: સર્વપિતૃ અમાસના દિવસે લાગશે વર્ષનું છેલ્લું ગ્રહણ; જાણો તારીખ અને સૂતકનો સમય
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version