ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
કેશવાનંદ ભારતીનું આજે કેરળમાં અવસાન થયું છે. બંધારણની મૂળભૂત રચનાના સિધ્ધાંત આપનારા સંત કેશવાનંદ ભારતીનું રવિવારે વય સંબંધિત રોગોને કારણે 79 વર્ષની વયે કેરળમાં અવસાન થયું છે. કેરળના કસાગોદ જિલ્લાના અદાનીર ખાતે આશ્રમમાં તેમનું અવસાન થયું છે. વડાપ્રધાને સંત કેશવાનંદ ભારતીના અવસાન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે "અમને મળેલી માહિતી મુજબ રવિવારે સવારે 3.30 વાગ્યે તેમનું મોત નીપજ્યું." ચાર દાયકા પહેલા ભારતીએ કેરળ ભૂમિ સુધારણા કાયદાને પડકાર્યો હતો, જેના પર બંધારણની મૂળભૂત સુનાવણીનો ચુકાદો સુપ્રીમ કોર્ટની સૌથી મોટી બેંચે આપ્યો હતો. જેમાં 13 ન્યાયાધીશોનો સમાવેશ થયો હતો.
કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસની સુનાવણી કુલ 68 દિવસ સુધી ચાલી હતી અને આજ સુધી સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ કેસમાં સૌથી લાંબી સુનાવણી થઈ હોવાનો રેકોર્ડ ધરાવે છે. આ કેસની સુનાવણી 31 ઓક્ટોબર 1972 માં શરૂ થઈ હતી અને સુનાવણી 23 માર્ચ 1973 માં પૂર્ણ થઈ હતી. આ મામલાની ચર્ચા ભારતીય બંધારણીય કાયદામાં ની ચર્ચા વેળા સૌથી વધુ થાય છે.
નિવૃત્ત મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશને જ્યારે આ કેસના મહત્વ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે કેશવાનંદ ભારતી કેસનું મહત્વ એ ચુકાદાને કારણે છે.. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે 'બંધારણ બદલી શકાય છે પરંતુ તેના મૂળભૂત બંધારણમાં ચેડા થઈ શકે નહીં.' કોર્ટે 23 માર્ચ 1973 ના રોજ 7: 6 ની બહુમતી સાથે ચુકાદો આપ્યો હતો કે સંવિધાન બંધારણના કોઈપણ ભાગમાં સમાન ફેરફારો કરી શકાય છે, સિવાય કે બંધારણના માળખાને કોઈ અસર ન થાય..
Join Our WhatsApp Community