News Continuous Bureau | Mumbai
હિંદુ ધર્મમાં(Hinduism) રમા એકાદશીનું(Rama Ekadashi) વિશેષ મહત્વ છે, આ દિવસે લોકો સવારે ઊઠીને લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા(Worship of Lakshmi and Lord Vishnu) કરે છે અને ઘરમાંથી દુ:ખ અને સમસ્યાઓ દૂર કરવાની પ્રાર્થના કરે છે.
હિંદુ કેલેન્ડર(Hindu Calender) મુજબ કારતક મહિનાના(Kartak month) કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને(Ekadashi Tithi of Krishna Paksha) રમા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે રમા એકાદશીનો તહેવાર 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે. રમા એકાદશીનો તહેવાર ધનતેરસ પહેલા આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આવો જાણીએ રામ એકાદશીની પૂજાની રીત-(Ram Ekadashi Puja)
1. આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરો, ન્હાતી વખતે સાબુનો ઉપયોગ ન કરો. . . . .
2. રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુને ફળ અને ફૂલ ચઢાવો. . . . .
3. રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધથી બનેલું પંચામૃત ચઢાવવું જોઈએ. . . . . .
વાસ્તુ ટિપ્સ- ધનતેરસના દિવસે મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ- માં લક્ષ્મી ની થશે કૃપા-મળશે તમને અપાર ધન
4. કોઈપણ શુભ કાર્યમાં હોય તો તે તુલસી વિના અધૂરું માનવામાં આવે છે. પરંતુ એકાદશી પર તુલસીના પાન તોડવામાં આવતા નથી, તેથી રમા એકાદશીના એક દિવસ પહેલા તુલસીના પાન તોડીને ગંગાજળમાં રાખો. . . .
5. જે લોકો રમા એકાદશીનું વ્રત રાખે છે તેમણે દ્વાદશી તિથિના(Dwadashi Tithi) રોજ ભગવાન વિષ્ણુને ભોગ ધરાવીને ઉપવાસ તોડવો જોઈએ. . . .
શુભ સમય-
રમા એકાદશીનો શુભ મુહૂર્ત 20 ઓક્ટોબરે સાંજે 04:04 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે અને 21 ઓક્ટોબરે સાંજે 5:22 વાગ્યે સમાપ્ત થશે. 22 ઓક્ટોબરના રોજ સવારે 6:26 થી 8:42 સુધી ઉપવાસ કરવામાં આવશે. . . . . . . .