ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ એપ્રિલ 2021
શુક્રવાર
ભારતમાં કુલ ૧૩ અખાડા છે. આથી તેને દશનામ અખાડા કહેવાય છે. તમામ અખાડાઓમાં ભેગા થઈને કુંભ મેળામાં ભાગ લે છે. ચાલુ વર્ષે પ્રથમ વખત કુંભ મેળા ને માત્ર એક મહિનાનો કરી નખાયો હતો. તેમ છતાં લાખો લોકો પહોંચી આવતા એક જ દિવસમાં ૨૫૦૦થી વધુ લોકોને કોરોના નો ચેપ લાગ્યો છે. હવે આ સંદર્ભે નિરંજની અખાડા મહત્વપૂર્ણ પગલું લીધું છે. તેણે કુંભ નો મેળો બંધ થયાની જાહેરાત કરી છે. જોકે હજી બીજા એક ડઝન જેટલા અખાડાએ આ જાહેરાત કરવાની તસ્દી લીધી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે એક કે બે દિવસની અંદર કુંભ મેળો બંધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મહા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર સ્વામી નું આને કારણે મોત થયું છે જ્યારે કે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્ર ગીરી ને કોરોના થયો છે અને તેઓ સારવાર લઇ રહ્યા છે.
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા : દહિસર ચેકનાકા પર તમામ ટ્રાફિક અટકાવવા માં આવ્યો.