ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર
આજે તારીખ ૪ ડિસેમ્બર, ૨૦૨૧ શનિવાર આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે પણ, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં. ધર્મ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભલે સૂર્યગ્રહણનો સુતક કાળ માન્ય ના હોય પરંતુ તેની શુભ અને અશુભ અસર તમામ ૧૨ રાશિ પર પડશે.
જાે કે સૂર્યગ્રહણ- ચંદ્રગ્રહણને ધર્મ અને જ્યોતિષ બંનેમાં અશુભ માનવામાં આવે છે, પરંતુ આ ગ્રહણની રાશિઓ પર સારી અસર પણ પડે છે. આગામી સૂર્યગ્રહણ છ રાશિઓ માટે પણ ખુબજ શુભ સાબિત થવાનું છે. ત્યારે જાણીએ કે કઈ રાશિ માટે આ સૂર્યગ્રહણ શુભ પરિણામ આપશે.
વૃષભઃ આ રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ ખૂબ જ શુભ રહેશે. ગ્રહણ આ રાશિના લોકો માટે માન- સન્માન લાવશે. નોકરીમાં પ્રમોશન મળશે. વેપારમાં લાભ થશે. એકંદરે આ સમય પૈસા અને કારકિર્દીની દ્રષ્ટિએ સારો રહેશે.
મિથુનઃ આ સમય મિથુન રાશિના લોકોને જૂના વિવાદોમાંથી મુક્તિ અપાવશે. આ સિવાય તમારી કોઈપણ ઈચ્છાઓ પુરી થવાની સંભાવના છે. તમને સારા સમાચાર મળી શકે છે.
સિંહ રાશિઃ આ રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ ફાયદાકારક સાબિત થશે. તમારી કેટલીક જૂની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. અટકેલા કામ હવે પૂરા થવા લાગશે. સફળતાના યોગ છે.
કન્યા રાશિઃ આ રાશિના લોકો પર સૂર્યગ્રહણની શુભ અસર પડશે. આ સમય દરમિયાન સાહસ અને પરાક્રમમાં વધારો થઇ શકે છે. તેનાથી કામ થતા જશે. કાર્યમાં સફળતા પણ મળશે.
મકર- મકર રાશિના લોકો માટે વેપારમાં પ્રગતિ મળવાની તકો રહેશે. નોકરી શોધનારાઓને તેમની કારકિર્દીમાં નવી તકો મળી શકે છે. આવક સંબંધિત સ્ત્રોતો અંગે એકંદરે લાભની સ્થિતિ રહેશે.
કુંભ- આ રાશિના લોકો માટે પણ સૂર્ય ગ્રહણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તેમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે. અટકેલા કામો પણ આ ગ્રહણ પછી હવે પૂરા થવા લાગશે.