News Continuous Bureau | Mumbai
આજે શિવ ભક્તિ(Shiv Bhakti) માટેનો મહિનો એટલે કે શ્રાવણ માસ(Shravan maas)નો છેલ્લો સોમવાર છે.
આ વર્ષે કોરોના મહામારીનો કહેર નહિંવત હોવાથી આખા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોએ દેવાધિદેવ ભગવાન ભોળાનાથની પૂજા કરી શક્યા હતા. હવે આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે છેલ્લા સોમવારે (Last Monday) ભક્તો દૂધ અને બીલીપત્ર સહિતના દ્રવ્યોથી શિવલિંગ(Shivling)ને અભિષેક કરીને મહાદેવ(Mahadev)ને રીઝવશે. બિલિપત્ર સહિતના પુષ્પ પણ અર્પણ કરશે.
આ સમાચાર પણ વાંચો: આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર-ધનની વૃદ્ધિ અને સુખ-શાંતિ માટે કરો આ ઉપાય-બની રહશે ભોલેનાથ ની કૃપા
હિન્દુ પંચાંગ(HIndu Panchang)માં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે. દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે. શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે. એટલે પ્રાચીન જ્યોતિષી(Jyotish)ઓએ આ મહિનાનું નામ શ્રાવણ રાખ્યું છે.