Site icon

શ્રાવણ મહિનો શરૂ-આ રાશિના જાતકોને મળશે ભોલેનાથના વિશેષ આશીર્વાદ-જાણો તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે

News Continuous Bureau | Mumbai

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ મહિના પહેલા ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં લીન થઈ જાય છે અને ભગવાન શિવ વિશ્વની કમાન સંભાળે છે. આ વર્ષે શ્રાવણ મહિનો આજથી શરૂ  થઇ ગયો છે. દરમિયાન, શિવભક્તો પવિત્ર નદીઓના જળથી ભગવાનનો અભિષેક કરે છે. તેઓ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનામાં આવતા  સોમવારે ઉપવાસ કરે છે અને શ્રાવણ  મહિનામાં વિશેષ પૂજા કરે છે. આ મહિનામાં ભક્તો ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે વિવિધ પ્રયાસો કરે છે. જો કે ભગવાન ભોલેનાથ દરેક પર આશીર્વાદ વરસાવે છે, પરંતુ આ ત્રણ રાશિના લોકો માટે શ્રાવણ નો આ મહિનો ખૂબ જ ફળદાયી રહેવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં ગ્રહોની સ્થિતિ વિશેષ રહેશે અને ખાસ કરીને આ 3 રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે.આવો જાણીએ તે કઈ રાશિઓ છે.

Join Our WhatsApp Community

1.મેષ

મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. મેષ રાશિના લોકોને શિવની કૃપાથી અનેક વરદાન મળશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. ધન લાભ થશે. તમને સન્માન અને પ્રતિષ્ઠા પણ મળશે. શ્રાવણ માસના સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી શુભ ફળ મળી શકે છે.

2. મિથુન

મિથુન રાશિના લોકો માટે શ્રાવણ મહિનો ઘણો લાભદાયક સાબિત થઈ શકે છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને ભગવાન ભોલેનાથની કૃપાથી નવી નોકરી મળી શકે છે. જે લોકો નોકરી કરી રહ્યા છે જેમને પ્રમોશનની ઈચ્છા છે, એવા લોકોની આ ઈચ્છા પણ શ્રાવણ મહિનામાં પૂરી થઈ શકે છે. વેપારીઓ માટે પણ આ સમય ઘણો સારો છે. શ્રાવણ માસમાં શિવજીની યથાશક્તિ પૂજા કરો.

3. મકર

શ્રાવણ માસમાં શિવજીની કૃપા મકર રાશિના લોકો પર જોવા મળશે. તેઓ નોકરી-ધંધામાં ભારે આર્થિક લાભ મેળવી શકે છે. કેટલાક જાતકોને નવી નોકરી મળી શકે છે. જીવનસાથી સાથે આ મહિનો સારો રહેશે. શ્રાવણ માસમાં મહાદેવને જળથી અભિષેક કરવાથી લાભ થશે.

આ સમાચાર પણ વાંચો : ઘરમાં અને ઓફિસ માં આ રીતે લગાવો દોડતા ઘોડાની તસવીર- દોડવા લાગશે તમારી કિસ્મત

Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version