News Continuous Bureau | Mumbai
Mangal Nakshatra Gochar 2025: 30 જૂન 2025ના રોજ મંગળ ગ્રહ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળને ઉર્જા , પરાક્રમ અને શક્તિનો કારક માનવામાં આવે છે. મંગળના શુભ ગોચરથી જાતકના જીવનમાં આત્મવિશ્વાસ અને સાહસ વધે છે. આ ગોચર ખાસ કરીને ત્રણ રાશિઓ માટે લાભદાયક સાબિત થશે.
મેષ રાશિ માટે મંગળ લાવશે નવી તકો
મેષ રાશિના જાતકો માટે મંગળ નું નક્ષત્ર પરિવર્તન ખૂબ શુભ રહેશે. જીવનમાં સૌંદર્ય, વૈભવ અને આનંદ આવશે. નોકરી કે વ્યવસાયમાં નવી તકો મળશે. લગ્ન માટે યોગ્ય પ્રસ્તાવ આવી શકે છે. સંતાન સંબંધિત શુભ સમાચાર મળવાની શક્યતા છે. મંગળના ગોચરથી સામાજિક પ્રતિષ્ઠા માં વધારો થશે.
સિંહ રાશિના જાતકોને મળશે માન-સન્માન
સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો આધ્યાત્મિકતા અને સામાજિક સન્માન લાવશે. નવા સાધનોની પ્રાપ્તિ થશે. ધર્મ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે. વ્યવસાયમાં વિસ્તરણની શક્યતા છે. જૂના લેણદેણો સોલ્વ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે.
આ સમાચાર પણ વાંચો : Rahu Mahadasha: રાહુ મહાદશા, આ રાશિઓ માટે બની શકે છે ભાગ્યોદયનો સમય, ધન અને સફળતા નો થશે વરસાદ
મકર રાશિના જાતકો માટે આર્થિક લાભ
મકર રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ લાભદાયક રહેશે. ખાસ કરીને ઑનલાઇન અને માર્કેટિંગ ક્ષેત્રે કામ કરતા લોકોને પગારમાં વધારો થઈ શકે છે. વિદેશ યાત્રાની શક્યતા છે. પરિવારમાં ખુશહાલી રહેશે. નોકરીમાં સ્થાન પરિવર્તનથી નવી તકો મળશે. આવકમાં વધારો થશે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)