Site icon

અયોધ્યા રામ મંદિરમાં રાવણની ભવ્ય પ્રતિમા લગાવવાની ઉઠી માંગ, આ સંગઠને PM મોદીને લખ્યો પત્ર. જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

23 જાન્યુઆરી 2021

મથુરાના લંકેશ ભક્ત મંડળે અયોધ્યામાં નિર્માણ પામનારા ભગવાન શ્રી રામના મંદિરમાં દશાનન રાવણની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની માંગ ઉઠાવી છે. સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રી રામ જન્મભૂમિ ન્યાસના રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. લંકેશ ભક્ત મંડળ ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવા માટે એક અલગ દાન પણ આપશે.  

લંકેશ ભક્ત મંડળના પ્રમુખ ઓમવીર સારસ્વત એડવોકેટએ પત્રમાં લખ્યું છે કે અયોધ્યાના રામ મંદિરમાં પ્રતિમા સ્થાપિત કરવુ રાવણને સાચી શ્રદ્ધાંજલિ હશે, તેમણે કહ્યુ કે અયોધ્યા ધામમાં ભગવાન શ્રીરામના બનાવવામાં આવી રહેલા અદભૂત મંદિરમાં દશાનનની પણ તે રીતે ભવ્ય પ્રતિમા લાગે. જે રીતે ભગવાન શ્રીરામની ભવ્ય પ્રતિમા લાગવા જઇ રહી છે, તેમણે કહ્યુ કે તમામ લંકેશ ભક્ત રામ મંદિર નિર્માણમાં પોતાનું દાન આપવાની સાથે લંકેશની ભવ્ય પ્રતિમા માટે પણ દાન આપશે. ઉલ્લેખનીય છે કે રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી દેશવ્યાપી નિધિ સમર્પણ સંગ્રહ અભિયાન ચલાવી રહ્યુ છે. આ અભિયાનમાં લોકો ભાગ લઇ રહ્યા છે.

Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Ruchak Rajyog 2025: ડિસેમ્બરમાં મંગળ બનાવશે રૂચક રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય
Exit mobile version