Mercury Transit: 30ઑગસ્ટે બદલાશે બુધ ની ચાલ, આ રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત

Mercury Transit: બુધ ગ્રહના સિંહ રાશિમાં પ્રવેશથી મેષ, મિથુન, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકોને મળશે શુભ ફળ

by Zalak Parikh
Mercury Transit on August 30 to Bring Fortune for These Zodiac Signs

News Continuous Bureau | Mumbai

Mercury Transit: જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત અને મિત્રતા માટે જવાબદાર માનવામાં આવે છે. 30 ઑગસ્ટે બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે ચાર રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. આ રાશિઓના જાતકોને નોકરી, વેપાર, આરોગ્ય અને સંબંધોમાં લાભ મળશે.

મેષ રાશિ માટે બુધ નું ગોચર રહેશે લાભદાયક

મેષ રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ શુભ રહેશે. તેમની વાણીમાં મધુરતા આવશે અને નવા આવકના સ્ત્રોતો ઊભા થશે. ઓફિસમાં નવી ઓળખ મળશે અને આરોગ્યમાં સુધારો થશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. જમીન અથવા વાહન ખરીદવાની શક્યતા છે.

મિથુન રાશિના જાતકોને મળશે ધન અને સફળતા

મિથુન રાશિના લોકો માટે બુધ નું ગોચર ધન અને ઐશ્વર્યમાં વૃદ્ધિ લાવશે. વેપારમાં લાભ થશે અને પરિવાર સાથે સારા પળો પસાર થશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે અને જૂનું બકાયું ધન પાછું મળશે. અચાનક ધન લાભની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : Aarti: આરતી અને મંત્રજાપ દરમિયાન ઘણા લોકો આંખો રાખે છે બંધ, જાણો પુરાણો માં આ વિશે શું લખ્યું છે.

કન્યા અને વૃશ્ચિક રાશિના જીવનમાં આવશે ખુશહાલી

કન્યા રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ લાભદાયક રહેશે. લગ્ન સંબંધિત વાતચીત શરૂ થઈ શકે છે અને પાર્ટનરશિપમાં સફળતા મળશે. વૃશ્ચિક રાશિના લોકો માટે નોકરી અને વ્યવસાયમાં તરક્કી ના યોગ છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને જીવનસાથીનો સપોર્ટ મળશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Join Our WhatsApp Community

You may also like