News Continuous Bureau | Mumbai
વાસ્તુશાસ્ત્રમાં(vastu shastra) આપણને કેટલીક નાની-નાની આદતો જણાવવામાં આવી છે, જેના કારણે આપણા પરિવારને મોટું નુકસાન થાય છે. જો તમે આ ખરાબ આદતો વિષે ખબર પડે તો તે આદતો ને સુધારી ને તમે તમારા પરિવાર માં થતા નુકશાન થી બચાવી શકાય છે.વાસ્તુશાસ્ત્રમાં આ નાની વસ્તુઓ નું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેને અવગણવું એ કોઈ મોટી ભૂલથી ઓછું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી આ નાની ભૂલો(small habit) મોટી ખામી નું કારણ બની શકે છે. આ ભૂલો આદત બની શકે છે અને આ આદતો વ્યક્તિને કંગાળ બનાવી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી આદતો છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ. આવો જાણીએ તે આદતો વિશે, જેને તમારે તરત જ છોડી દેવી જોઈએ.
1. રાત્રે એંઠા વાસણ મૂકી રાખવા
ઘણા લોકો ને એવી આદત હોય છે રાત્રે જમ્યા પછી એંઠા વાસણો ઘરમાં જ છોડી દે છે અને સવારે તેને સાફ કરે છે. આવું કરવું વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. આખી રાત રસોડામાં એંઠા વાસણો મૂકી રાખવાથી માતા લક્ષ્મી (mata laxmi)ક્રોધિત થાય છે. એવું પણ માનવામાં આવે છે કે સવારે ઉઠીને એંઠા વાસણ જોવા અશુભ છે. સવારે એંઠા વાસણ જોવાથી પૈસાની તંગી (financial crisis)રહે છે.
2. મુખ્ય દ્વાર પર બેસવું
ઘણા લોકો ઉનાળામાં(summer) ઠંડા પવન માટે અને શિયાળામાં (winter)તડકો ખાવા માટે મુખ્ય દરવાજા પાસે બેસી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દ્વાર પર બેસવું અશુભ માનવામાં આવે છે. જે લોકો ઘર ના મુખ્ય દ્વાર અથવા તો ઘરના ઉંબરા પર બેસે છે, તેમને આર્થિક સંકડામણ નો(financial) સામનો કરવો પડે છે. તેમની પ્રગતિ માં અવરોધ આવે છે. મુખ્ય દ્વાર પર ગંદકી પણ ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે મુખ્ય દ્વારથી જ ઘરમાં મા લક્ષ્મી પ્રવેશ કરતી હોય છે અને જો આસપાસની જગ્યા ગંદી હોય તો મા લક્ષ્મી નારાજ થઇ ને ત્યાંથી ચાલી જાય છે.
3. રાત્રે નખ કાપવા
ઘણા લોકો ને સવારે ટાઈમ ના મળે એટલે સંધ્યા કાળ અથવા તો રાત્રે (nail cut)નખ કાપતા હોય છે.વાસ્તુશાસ્ત્ર મુજબ રાત્રે નખ કાપવા અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે નખ કાપવાથી ગરીબી આવે છે અને ધનની વૃદ્ધિ થતી નથી.હિન્દુ માન્યતા મુજબ એવું કહેવાય છે કે સંધ્યા કાળે દેવી લક્ષ્મી(mata laxmi) ઘરમાં પ્રવેશ કરે છે. તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા અને આશીર્વાદ આપવા માટે સંધ્યા કાળ અથવા તો રાત્રે આવે છે. આવી સ્થિતિમાં રાત્રે નખ અને વાળ કાપવાથી મા લક્ષ્મી ક્રોધિત થાય છે.
આ સમાચાર પણ વાંચો : શ્રાવણ મહિનામાં ભોલેનાથ ને પ્રસન્ન કરવા ચઢાવો આ વસ્તુઓ-પૂર્ણ થશે તમારી દરેક મનોકામના