News Continuous Bureau | Mumbai
આપણે બધાએ આપણા ઘરના ભોજનનો સ્વાદ વધારવા માટે મીઠાનો (salt)ઉપયોગ ચોક્કસપણે કર્યો છે, પરંતુ શું તમે જાણો છો કે મીઠું ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે, પરંતુ તે તમને નકારાત્મક શક્તિઓથી(negative vibes) પણ દૂર રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠાના માધ્યમથી સકારાત્મક ઉર્જાનો(positive vibes) સંચાર થાય છે અને તે ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. વાસ્તુ અનુસાર કોઈપણ ધાતુના વાસણમાં મીઠું ક્યારેય ન રાખવું જોઈએ. કાચની બરણીમાં મીઠું હંમેશા રાખવું જોઈએ, આ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. જાણો વાસ્તુશાસ્ત્રમાં મીઠાના ઉપાય.
1. જો તમે આર્થિક સમસ્યાઓનો(financial crisis) સામનો કરી રહ્યા છો, તો તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. સાથે જ આ દિશામાં લાલ રંગનો બલ્બ લગાવો. જ્યારે પણ ગ્લાસમાંનું પાણી સુકાઈ જાય ત્યારે ગ્લાસ સાફ કરો અને પછી ફરીથી મીઠું ઉમેરીને (salt)પાણી ભરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં પૈસા આવતા રહે છે.
2. જો તમારા પરિવારના સભ્યો વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હોય તો નિયમિતપણે પાણીમાં મીઠું નાખીને ઘર માં પોતું કરો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો(positive vibes) સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આમ કરવાથી ઘરમાં પરસ્પર પ્રેમ (love)જળવાઈ રહે છે અને ક્યારેય કોઈ વિવાદ થતો નથી.જો કે આ ઉપાય દરરોજ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો કોઈ કારણસર તમે દરરોજ આ ઉપાય નથી કરી શકતા તો મંગળવારે (tuesday)આ ઉપાય અવશ્ય કરો.
3. જો તમને લાગે કે તમારા પર કોઈની ખરાબ નજર પડી છે તો એક ચપટી મીઠું (salt)લઈને તેના ઉપર થી સાત વાર વાળી ને વહેતા પાણીમાં તેને ફેંકી દો. આવું પાંચ દિવસ સુધી નિયમિત કરવાથી ખરાબ નજરની અસર ખતમ થઈ જાય છે.
4. જો કોઈ વ્યક્તિ તણાવમાંથી પસાર થઈ રહી હોય તો વાસ્તુશાસ્ત્ર (vastu shastra)અનુસાર તે વ્યક્તિએ સવારે નહાવાના પાણીમાં એક ચપટી મીઠું ઉમેરીને સ્નાન(bath) કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિનો તણાવ દૂર થશે, સાથે જ વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર પણ વધશે.
5. જો તમારા પરિવારનો કોઈ સભ્ય વારંવાર બીમાર (illness)રહે અથવા લાંબા સમયથી બીમાર હોય તો તેના પલંગ પાસે કાચની બોટલમાં મીઠું (salt)રાખો અને દર મહિને તેને બદલો. વાસ્તુશાસ્ત્ર કહે છે કે આવું કરવાથી બીમાર વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે. જ્યાં સુધી વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી આ કરવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો : સવારે ઉઠતાની સાથે ભૂલ માં પણ ના કરો આ કામ- દિવસ થશે ખરાબ-આવી શકે છે મુશ્કેલી