News Continuous Bureau | Mumbai
બાબા બર્ફાની(Baba Barfani) એટલે કે અમરનાથ(Amarnath Darshan)ના દર્શન માટે યાત્રા 30 જૂનથી શરૂ થવા જઈ રહી છે. દરમિયાન શિવલિંગ(Shivling)ની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં અમરનાથ ગુફા(Amarnath cave) તથા આજુબાજુનો વિસ્તાર જોવા મળે છે. ચોતરફ બરફ છવાયેલો છે અને ગુફાની અંદર બરફના શિવલિંગની રચના થઈ ગઈ છે. જોકે આ તસવીર કોણે લીધી છે તે અંગે માહિતી મળી શકી નથી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવલિંગનો આકાર ખૂબ જ મનોરમ છે. આ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બને છે. જેમના દર્શન માટે શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા(Amarnath Yatra) પર જાય છે. બાબા બર્ફાની(Baba Barfani)ના દર્શન માટે બે વર્ષ બાદ ફરી એકવાર શ્રી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. ભક્તો માટે આ કોઈ સારા સમાચારથી કમ નથી. કોરોના સંક્રમણ(Coronavirus)ને કારણે અમરનાથ યાત્રા પર બે વર્ષ માટે પ્રતિબંધ(banned) મૂકવામાં આવ્યો હતો. 2022ની અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન સોમવારથી શરૂ થઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો : જય હો બાબા બર્ફાનીની! 2 વર્ષ બાદ ખુલ્યું બાબા અમરનાથનું મંદિર, આ તારીખથી શરૂ થશે રજીસ્ટ્રેશન; જાણો વિગતે
જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ના રામબન જિલ્લા(Ramban District)માં 3000 શ્રદ્ધાળુ(Devotee)ઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે સરેરાશ ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા કરે તેવી અપેક્ષા છે. આ વખતે ભક્તોને યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન(Online registration)ની સુવિધા પણ મળી રહી છે. આ રજીસ્ટ્રેશન અમરનાથ શ્રાઈન બોર્ડ(Amarnath Shrine Board)ની અધિકૃત વેબસાઈટ પર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે અમરનાથ મંદિર જમ્મુ અને કાશ્મીરમાં 12,756 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. અમરનાથ ગુફા લિડર વેલીમાં આવેલી છે. આ ગુફા વર્ષના મોટા ભાગના સમય માટે બરફથી ઢંકાયેલી રહે છે. તે ઉનાળામાં થોડા સમય માટે યાત્રાળુઓ માટે ખોલવામાં આવે છે.
