News Continuous Bureau | Mumbai
આપણા ધર્મમાં કુલ 16 સંસ્કારોનું(sanskar) વર્ણન કરવામાં આવ્યું છે. આમાંની એક છે લગ્ન વિધિ. તમામ પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે માંગમાં સિંદૂર(sindur) ભરે છે. પરિણીત મહિલાઓ(married women) માટે તે માત્ર શણગાર જ નથી પણ તેને લગાવવું ખૂબ જ શુભ પણ માનવામાં આવે છે. જો કે, માંગમાં સિંદૂર ભરવાના પણ ખાસ નિયમો છે, જેનું પાલન આપણે અવશ્ય કરવું જોઈએ. જો આપણે આવું ન કરીએ તો આપણને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ તે નિયમો શું છે.
– ધાર્મિક માન્યતા અનુસાર વિવાહિત મહિલાઓએ માંગની વચ્ચોવચ સિંદૂર લગાવવું જોઈએ.એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પતિનું આયુષ્ય(husband life) વધે છે. ગમે ત્યાં માંગમાં સિંદર ભરવાથી દુર્ભાગ્યનો ભય રહે છે.
– ધાર્મિક માન્યતા અનુસાર વિવાહિત સ્ત્રી એ હમેશા પોતે ખરીદેલા સિંદૂર થીજ માંગ ભરવી જોઈએ કોઈ બીજી સ્ત્રી ના સિંદૂર થી કદી પોતાની માંગ ના ભરવી જોઈએ.તેનાથી પરિવાર ને આર્થિક સમસ્યાનો(financial crisis) સામનો કરવો પડી શકે છે. આ સાથે પતિનો જીવ પણ જોખમ માં મુકાઈ શકે છે.ઉપરાંત, તમારું સિંદૂર અન્ય કોઈ પરિણીત સ્ત્રીને ન આપવું જોઈએ. આમ કરવું અશુભ છે.
– ધ્યાન રાખો કે ભીના વાળ પર સિંદૂર ન લગાવો. વાસ્તુ અનુસાર ભીના વાળ(wet hair) પર સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી ઘરની સુખ-શાંતિ દૂર થાય છે અને મનમાં અનેક પ્રકારના ખરાબ વિચારો આવે છે. તેથી જો તમે તમારા વાળ ધોયા છે, તો પહેલા તેને સુકાવો અથવા પાણીથી લૂછી લો. પછી જ સિંદૂરથી માંગ ભરો.
– ઘણી સ્ત્રીઓ માંગમાં સિંદૂર લગાવ્યા પછી તેને છુપાવવાનો પ્રયાસ કરે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો(hindu region) અનુસાર માંગમાં સિંદૂર ભરવું એ પતિ-પત્ની વચ્ચેના પ્રેમનું પ્રતીક છે. તેથી, માંગ ભર્યા પછી, તેને ક્યારેય છુપાવવી જોઈએ નહીં. આમ કરવાથી પરસ્પર સંબંધોમાં ખટાશ આવી શકે છે અને બનેલો પરિવાર બગડી શકે છે. તેથી હંમેશા આવું કરવાથી બચવાનો પ્રયાસ કરો.
આ સમાચાર પણ વાંચો : ઘરમાં આ રીતે કાનખજુરા નું દેખાવું લાવી શકે છે તમારા જીવન માં મુશ્કેલી-આપે છે શુભ-અશુભ સંકેત