ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑક્ટોબર, 2021
રવિવાર
મન…
મન એક એવું powerful માધ્યમ છે જે ધારે તો પળમાં પરિભ્રમણથી મુક્તિ અપાવી દે અને ધારે તો પળમાં સાતમી નરક સુધી લઈ જાય.
શરીર અને મન બન્નેનું material એક હોય કે અલગ હોય? એક જ હોય. છતાં શરીર એક secondમાં અમેરિકા જઈ શકે? ન જઈ શકે. જ્યારે મન જઈ શકે, કેમ કે શરીર સ્થૂળ છે જ્યારે મન micro છે, સૂક્ષ્મ છે.
મનુષ્ય અને તિર્યંચમાં શું ફરક છે?
મનુષ્ય પાસે powerful મન છે, જ્યારે તિર્યંચ પાસે નથી. મન એક powerful પદાર્થ છે. એને આપણે ધારીએ એટલું strong અને યોગ્ય બનાવી શકીએ. મન એકવાર યોગ્ય બને એટલે એ ધારે તે કરી શકે. મન નક્કી કરે કે બોલવું છે તો અવાજ નીકળે જ. મન જેવું powerful માધ્યમ આપણી પાસે હોવા છતાં ભાગ્યે જ કોઈએ એના પર ચિંતન કર્યું હશે, એના પર અનુપ્રેક્ષા કરી હશે.
તમે તમારા શરીરની ચિંતા કરો છો, પણ ક્યારેય મનના powers પર ચિંતન નથી કરતા; કેમ કે શરીરની health up-down થાય તો તમને અસર થાય છે, પરંતુ મન પણ બીમાર થઈ શકે છે એ કોઈ વિચારતું નથી.
`તમે જરા પણ ચિંતા ન કરો. તમને એકદમ સારું થઈ જશે. તમે થોડા જ દિવસમાં હરતા-ફરતા થઈ જશો.' Doctorsનાં આ બે-ચાર વાક્યો દર્દીને positive બનાવી દે, તેનામાં આત્મવિશ્વાસ જગાડે અને તેના મનને strong બનાવી દે અને આ જ કારણે આવા doctors વધારે success જતા હોય છે.
વ્યક્તિ જ્યારે બીમાર પડે છે ત્યારે જાણતાં-અજાણતાં તેનું મન પણ માંદું પડી જાય છે. કેટલાક તો મનથી હારી જાય છે, મનથી નબળા થઈ જાય છે, જેને કારણે તેમને medicines પણ અસર કરતી નથી.
જ્યારે જે મનથી strong હોય તે ગમે એ પરિસ્થિતિમાં મક્કમ રહી શકે, એ ધારે તો હિમાલય પણ ચડી શકે.
આજે દુનિયામાં કેટલાક doctors એવા હોય છે જે માનવમનની માનસિકતાને જાણતા હોય છે. એટલે એ શું કરે? Medicinesની સાથોસાથ દર્દીના મનને એક સંતોષ આપે છે.
આજે મોટાભાગના લોકો શરીરથી ઓછા અને મનથી વધારે બીમાર હોય છે. એટલે પહેલેથી જ પોતાના મનને હાર આપી દે છે.
માસક્ષમણ કરવું સહેલું કે અઘરું?
જેઓ મનને મક્કમ કરી શકે છે તેમના માટે સહેલું છે અને જેનું મન નબળું છે તેઓ શરીરની ક્ષમતા હોવા છતાં પણ નથી કરી શકતા. તમે જે ધારો તે કરી શકો, પણ તમને મનનો support જોઈએ.
પ્રભુ મહાવીર કેવા હતા? પ્રભુ મહાવીર અડગ મનના હતા. પ્રભુ મહાવીર દૃઢ મનોબળવાળા હતા. પ્રભુ મહાવીર મક્કમ મનના હતા.
તમારું મન કેવું છે?
Superfast રાજધાની express જેવું કે local train જેવું?
Local train દરેક નાનાં-મોટાં station પર ઊભી રહે, જ્યારે રાજધાની express ત્રણ કે ચાર મોટાં-મોટાં junctions પર જ ઊભી રહે.
એમ ઘણાનું મન કેવું હોય? નાની-નાની વાતમાં દુઃખી થઈ જાય, નાની-નાની વાતમાં upset થઈ જાય. તેણે મને આમ કહ્યું, તેણે મારું અપમાન કર્યું, તેણે મને તેના પ્રસંગે ન બોલાવ્યો, એ મારી સાથે આવો વ્યવહાર કરે છે અથવા આજે મને જરાક માથું દુઃખે છે, આજે મને પેટમાં સારું નથી, આજે મારા પગમાં વાગી ગયું છે અથવા કહેશે, મને આ ન ગમે, મને અહીં ન ફાવે, મને આ ન ભાવે, મને આ તો જોઈશે જ, મને આના વિના ન ચાલે.
જ્યારે જેમનું મન રાજધાની express જેવું હોય તેમની lifeમાં junctions જેવાં 3-4 જીવનમંત્ર હોય :
મને બધું ફાવશે, મને બધું ગમશે, મને બધું ચાલશે, મને બધું ભાવશે.
પ્રભુના ભક્તો, પ્રભુના શ્રાવકો, પ્રભુના ઉપાસકો તે જ હોય જેમને બધું ફાવે, બધું ગમે, બધું ચાલે અને બધું ભાવે. માટે જ તેમનાં મન પણ પ્રભુ જેવાં strong અને અડગ હોય.
`મારે મનને strong બનાવવું છે.' એવો સંકલ્પ હોવો જોઈએ અને મનને strong બનાવવાના અનેક ઉપાયોમાં બે શ્રેષ્ઠ ઉપાય છે : ધ્યાન અને કષ્ટસહિષ્ણુતા.
ધ્યાન :
ધ્યાન બે કામ કરે. ધ્યાન મનને filter કરે અને ધ્યાનની ઉચ્ચતમ દશા મનને strong બનાવે. એકવાર મન strong બની જાય પછી એ ધારે એ કરી શકે.
ભગવાન મહાવીરે સાડાબાર વર્ષ સુધી જે સાધના કરી. એમાં સૌથી વધારે ધ્યાનસાધના કરી. ધ્યાનસાધના દ્વારા મનને એટલું strong બનાવ્યું કે લક્ષ્ય સુધી પહોંચી ગયા.
કષ્ટસહિષ્ણુતા :
ભગવાન મહાવીરે મનને strong બનાવવા પોતાના જીવનમાંથી જબરદસ્ત બોધ આપ્યો છે. ભગવાને કહ્યું, નાનાં-નાનાં દુઃખોને, નાનાં-નાનાં કષ્ટોને સહન કરો અને સહન કરવાની ક્ષમતાને ખૂબ વધારો.
થોડી ભૂખ લાગી છે; સહન કરી લો. થોડી ગરમી થાય છે; સહન કરી લો. થોડો તડકો લાગે છે; થોડા પગ બળે છે; સહન કરી લો. થોડું માથું દુઃખે છે; સહન કરી લો, દવા ન લો. થોડો તાવ આવ્યો છે કે થોડી શરદી થઈ છે; સહન કરી લો, ઉપચાર ન કરો.
જેમ-જેમ સહનશીલતા વધશે તેમ-તેમ મન strong થશે. જેમ-જેમ સહન કરવાની ક્ષમતા વધશે, કષ્ટસહિષ્ણુતા વધશે તેમ-તેમ મન strong થતું જશે.
વિચાર કરો, સૈનિકોનાં મન કેવાં હોય? કેટલાં strong હોય? આટલાં strong કેવી રીતે બને? તેમના પર militaryનું શાસન હોય. તેમને ખૂબ દોડાવે, તડકામાં parade કરાવે, ગમે એટલા થાકી જાય, પણ parade તો ફરજિયાત કરવાની. ચાહે ઠંડી હોય, ચાહે ગરમી હોય, ચાહે વરસાદ હોય, નિત્ય નિયમો અને parade તો કરવાની જ. આવાં જાત-જાતનાં કષ્ટોને સહન કરતાં-કરતાં તેમનાં મન strong અને અડગ બની જાય છે.
ભગવાન મહાવીર પણ આત્મયુદ્ધના સૈનિક જ હતા ને! પહેલા તેમણે નાનાં-નાનાં દુઃખો સહન કર્યાં, નિર્વસ્ત્ર રહીને ઠંડી અને ગરમી સહન કર્યાં, વિહારનાં કષ્ટો સહન કર્યાં, જંગલનાં દુઃખો સહન કર્યાં, તાપસનાં કડવાં વચનો સહન કર્યાં, અનાર્ય દેશના લોકોનાં અપમાન સહન કર્યાં, પશુ-પક્ષીઓને સહન કર્યાં. કષ્ટોને સહન કરતાં-કરતાં સ્વયંની ક્ષમતાને એટલી વધારી દીધી કે છેલ્લે જ્યારે ગોવાળે કાનમાં ખીલા માર્યા ત્યારે તેને સમતાભાવે સહન કરી શક્યા અને કર્મોને ક્ષય કરી શક્યા.
તેમણે પોતાની સહન કરવાની ક્ષમતાને વધારીને મનને strong બનાવ્યું એટલે ભગવાન બની શક્યા. એક જ રાતમાં સંગમદેવ દ્વારા અપાયેલાં ભયંકર અને વેદનાદાયક કષ્ટોને પણ સમતાભાવે સહન કર્યાં એટલે ભગવાન બની શક્યા.
જેમનું મન મક્કમ હોય તે મહાવીર બની શકે, ભગવાન બની શકે.
જેમનું મન નબળું અને માંદું હોય, તે ક્યારેય ભગવાન મહાવીરના ન હોય અને ક્યારેય ભગવાન મહાવીર જેવા પણ ન બની શકે.
મનને strong બનાવવા આજથી જ નિર્ણય કરી લો, મારે સહન કરવું છે. નાનકડું કૂતરું આવીને પ્રભુને બટકું ભરવા લાગ્યું. પ્રભુએ શું ર્ક્યું? પોતાની જગ્યા change કરીને બીજા વૃક્ષ નીચે ગયા? ના, પ્રભુએ એ challengeને accept કરી લીધી. કૂતરાને જે કરવું હોય એ કરે, હું તો મારી આત્મસાધનામાં મસ્ત છું.
પ્રભુમાં એ વેદનાને સહન કરવાની ક્ષમતા હતી, કેમ કે પ્રભુએ ધ્યાનસાધના દ્વારા પોતાના મનને એકદમ strong બનાવી દીધું હતું.
તમે પણ તમારા મનને strong બનાવવા એ વ્યક્તિ, વસ્તુ કે વાતાવરણને change કરવાનો પ્રયત્ન ન કરો. Challengeને accept કરીને મનને strong બનાવવાનો પુરુષાર્થ કરો, એ પુરુષાર્થને પ્રબળ બનાવો.
સામાયિક, પ્રતિક્રમણ, વ્રત-જપ કરવા માત્રથી પ્રભુ વીરના વારસદાર નહીં બનાય. પ્રભુ વીરના વારસદાર બનવા માટે મનને strong બનાવવું પડશે.
મનને strong બનાવવા કષ્ટોને welcome કરવાં પડશે, ધ્યાનસાધના કરવી પડશે.
પ્રસન્નચંદ્રમુનિનું મન યુદ્ધ :
ભગવાન મહાવીરના સમવસરણની બહાર પ્રભુશરણે દીક્ષિત થયેલા પ્રસન્નચંદ્રમુનિ ધ્યાનસાધનામાં લીન-તલ્લીન બનીને ઊભા છે. મનને strong બનાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એ જ સમયે નગરના બે પ્રજાજનો ત્યાંથી પસાર થાય છે. મુનિને જોતાં જ એક વ્યક્તિ કહે છે, આપણા રાજા તો તેમના નાનકડા દીકરાને રાજગાદી પર બેસાડીને મુનિ બની ગયા છે; પણ પાડોશી રાજાએ આપણા દેશ પર આક્રમણ કર્યું છે, હવે એ નાનકડા રાજકુમારની રાજગાદી છીનવાઈ જશે.
પ્રસન્નચંદ્રમુનિના કાનમાં આ શબ્દો પડે છે અને તેમને પોતાનું રાજ્ય અને વહાલો દીકરો યાદ આવી જાય છે. તેઓ મનમાં ને મનમાં વિચાર કરે છે, હું પાડોશી રાજાને હરાવીને રહીશ, એ નાનકડા રાજા પર આક્રમણ કેવી રીતે કરી શકે? હું મારા રાજ્યને, મારા રાજકુંવરને હારવા નહીં દઉં.
મનના વિચારો સાથે ચહેરાના હાવભાવ અને હાથની actions પણ કાર્યરત થઈ જાય છે. એમાં જ તેમનો હાથ મસ્તક પર જાય છે અને `અરે! મારો મુગટ ક્યાં? મારો રાજમુગટ મારા મસ્તક પર કેમ નથી?' આ વિચારતાં જ હાથનો સ્પર્શ મુંડિત મસ્તકને થાય છે અને તરત યાદ આવે છે કે હું હવે મહારાજા નથી, `મહારાજ સાહેબ' છું, મુનિ છું. મારું કોઈ રાજ્ય નથી, મારો કોઈ દીકરો નથી. હું આત્મા છું. હું આત્મયુદ્ધ કરવા મુનિ બન્યો છું, હું રાજયુદ્ધ કરી જ ન શકું.
થોડી ક્ષણો માટે નબળા પડી ગયેલા મનને તેઓ ફરી strong બનાવે છે. મનથી કરેલા યુદ્ધ માટે પારાવાર પસ્તાવો કરે છે. મનથી જ પોતાની સાથે આવા વિચારો આવવા બદલ યુદ્ધ કરે છે અને 48 મિનિટમાં જ સકળ કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરે છે.
કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ પ્રસન્નચંદ્રમુનિએ કોના દ્વારા પ્રાપ્ત કરી? મન દ્વારા કે તન દ્વારા? તન દ્વારા તો તેમણે ગૌચરી, વિહાર આદિ કોઈ સાધના કરી નથી; પણ મનને strong બનાવી, મનના વિચારો સાથે યુદ્ધ કરી આત્મવિજયની પ્રાપ્તિ કરી.
વિચાર કરો,
સાધના તન દ્વારા વધારે થાય કે મન દ્વારા? મન દ્વારા. આટલાં વર્ષોમાં તમે શરીરની સાધના વધારે કરો છો કે મનની?
મનને strong બનાવવું, મનને positive બનાવવું, મનને અડગ બનાવવું અને ગમે એવી પરિસ્થિતિમાં પણ મનને માંદું ન પડવા દેવું આ પણ એક પ્રકારની સાધના છે, ધર્મનો એક પ્રકાર છે.
પ્રભુના પથ પર, મોક્ષના માર્ગ પર જો તમારે તમારા જીવનની ગાડીને full speedમાં દોડાવવી હોય તો તમારે તમારા મનના engineને ખૂબ જ strong અને powerful બનાવવું પડશે.
મનનું engine જો strong હશે તો વચનના અને કાયાના ડબ્બા પણ એ જ speedમાં દોડી શકશે. મનનું engine strong હોય, powerful હોય અને એ નક્કી કરે કે મારે માસક્ષમણ કરવું છે તો કાયાનો ડબ્બો સાથ આપે જ ને. મનનું engine strong હોય અને વિચારે કે ભલે મેં ક્યારેય પ્રવચન નથી આપ્યું, પણ આજે તો મારે આપવું જ છે તો વચનનો ડબ્બો સાથ આપે જ ને.
મનના engineની speedમાં જ કાયાના અને વચનના ડબ્બા દોડતા હોય છે.
Engine જો local trainનું હોય તો એના ડબ્બાઓની ગતિ પણ એવી જ ધીમી હોય અને engine જો રાજધાની expressનું હોય તો એના ડબ્બાઓની ગતિ પણ એટલી જ speedવાળી હોય.
આજે સંકલ્પ કરો,
મારે કષ્ટસહિષ્ણુ બનવું છે, મારે નાની-નાની વેદના કે નાની-નાની પીડાને ગણકારવી નથી કે કોઈને કહેવી નથી, મારે મારા મનને strong અને powerful બનાવવું છે; કેમ કે હું પ્રભુ મહાવીરનો વીર વારસદાર છું.
મન બને Express Train! – રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ
189