નવલી નવરાત્રિના બીજા દિવસે કરો મા બ્રહ્મચારિણીની પૂજા, જીવનમાં શાંતિ માટે આ મંત્રનો કરો જાપ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021

શુક્રવાર

આજે નવલી નવરાત્રિના મહાપર્વનો બીજો દિવસ છે. નોરતાના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. મા બ્રહ્મચારિણીએ ભગવાન શંકરને પોતાના પતિના રૂપે મેળવવા માટે આકરી તપસ્યા કરી હતી. એટલા માટે તેઓ મા બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે.

બ્રહ્મચારિણીમાં બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. એટલે કે જે તપનું આચરણ કરે છે તે બ્રહ્મચારિણી. તેમને ત્યાગ અને તપની દેવી પણ માનવામાં આવે છે. માં બ્રહ્મચારિણીએ શ્વેત વસ્ત્ર પહેર્યા છે. એમના એક હાથમાં અષ્ટદળની જપમાળા અને બીજા હાથમાં કમંડલ સુશોભિત છે.

આજે તારીખ ૮.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

શાસ્ત્રોની માન્યતા છે કે, ભગવતીએ ભગવાન શિવને પોતાના પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે એક હજાર વર્ષ સુધી ફળોનું સેવન કરી તપ કર્યું હતું. એ પછી ત્રણ હજાર વર્ષ સુધી ઝાડના પાન ખાઇ તપ કર્યું, આ કઠોર તપ બાદ એમને બ્રહ્મચારિણી સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સાધક શાંતિનો અનુભવ કરે છે. આ સાથે જ માતાની પ્રાર્થનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચારની વૃદ્ધિ થાય છે. બ્રહ્મચારિણી તપની દેવી હોવાથી તેમની પ્રાર્થના એકાગ્રતાનો અનુભવ કરાવે છે.  આ સાથે જ મા બ્રહ્મચારિણીની કૃપાથી તેમના આશીર્વાદથી માણસને સર્વત્ર સિદ્ધિ અને સફળતા મળે છે. કહેવાય છે કે, બીજા નોરતે જો મનુષ્ય મા બ્રહ્મચારિણીની પ્રાર્થના કરે તો તેના જીવનની તકલિફો અને સમસ્યા દૂર થાય છે. અને તેના જીવનમાં શાંતિ સ્થપાય છે.

માતા બ્રહ્મચારિણી માતાનો મંત્ર

या देवी सर्वभू‍तेषु ब्रह्मचारिणी रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!