Site icon

જો તમે નવરાત્રીમાં માતાજીને અખંડ દીવો કરતા હો તો આ માહિતી જરૂર વાંચો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 6 ઓક્ટોબર,  2021 
બુધવાર

આવતી કાલે ગુરુવાર, 7 ઑક્ટોબરથી શરદ નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવ દિવસ સુધી દેવી દુર્ગાની અલગ-અલગ રીતે પૂજા કરવામાં આવે છે. આ સમય દરમિયાન દેવીના ઉપાસકો ઘણી વાર નવ દિવસ સુધી અગ્નિથી પ્રકાશિત અખંડ દીવો પ્રગટાવે છે, પરંતુ ગરબાની સ્થાપના અને દીવાને અખંડ રાખવા માટે કેટલાક નિયમો છે. તો ચાલો જાણીએ આ નિયમો.

1. ક્યારેય અખંડ દીવો સીધો જમીન પર ન મૂકો. એને એક પાટ અથવા લાકડાના ચોરસ પાટલા પર લાલ કપડું પાથરીને મૂકો.

Join Our WhatsApp Community

2. અખંડ દીવાની યોગ્ય રીતે પૂજા કરો. જ્યોત પ્રગટાવતાં પહેલાં એનો સંકલ્પ કરો અને આ સંકલ્પને સરળ રીતે પાર પાડવા માટે દેવીની પૂરી શ્રદ્ધા સાથે પ્રાર્થના કરો.

3. આ જ્યોત સતત નવ દિવસ સુધી સળગતી રહેવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં દીવો ઓલવાવો જોઈએ નહીં. એના માટે એને પવનથી રક્ષણ આપો.

4. આ દીવા સામે ક્યારેય પીઠ ફેરવશો નહીં.

5. જ્યાં સુધી અખંડ દીવો હોય ત્યાં સુધી ઘરને તાળું ન મારવું.

6. આ દરમિયાન દેવીની આરાધના કરો.

7. દીવાને તમારા હાથથી સ્પર્શ કરશો નહીં.

8. આ દીવામાં ચોખ્ખા ઘીનો ઉપયોગ કરો. જો આ શક્ય ન હોય તો સરસવ અથવા તલના તેલનો ઉપયોગ કરો.

9. જો ઘરમાં અખંડ દીવો રાખવો શક્ય ન હોય તો નજીકના મંદિરમાં જઈને અખંડ દીવા માટે ઘી અથવા તેલ આપો અને દેવીના નામનો પાઠ કરો.

10.  આ દીવાની વાટ લાંબી હોવી જરૂરી છે, એથી સામાન્ય કપાસની વાટની જગ્યાએ લાંબા અને જાડા કપાસના દોરાનો ઉપયોગ કરો, જેથી દીવો 9 દિવસ સુધી અખંડ રહેશે.

11. સૌથી મહત્ત્વની બાબત એ છે કે નવરાત્રી સમાપ્ત થાય પછી આ દીવાને જાતે જ શાંત થવા દો, એને બુઝાવશો નહીં.

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, મળશે વિશેષ આશીર્વાદ
Mercury Transit: ઓક્ટોબર મહિનામાં બુધના ગોચરથી આ ત્રણ રાશિઓના જીવનમાં આવશે ખુશી,રોકાણથી મળશે લાભ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રી માં માતા દુર્ગાના નવ સ્વરૂપોને અર્પણ કરો 9 અલગ-અલગ ભોગ, મળશે ધન-સંપત્તિ અને આશીર્વાદ
Exit mobile version