કોરોના કાળ વચ્ચે આજથી માતાજીની આરાધના નો પર્વ એટલે કે નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રી કે નવરાત્ર એ એક હિંદુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને ગરબા કરવામા આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રી – નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ નવ દીવસ દરમિયાન રોજ અલગ અલગ દેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ ઉર્જા અને શક્તિની દેવી એટલે કે માઁ દુગાની પૂજા કરવામાં આવે છે. ચોથા, પાંચમાં અને છઠ્ઠા નોરતે જીવન માઁ સુખ-શાંતિ આપનાર દેવી લક્ષ્મીજી ની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમાં દિવસે કલા અને જ્ઞાનની દેવી એટલે કે માઁ સરસ્વતી ની પૂજા કરવામાં આવે છે. આઠમાં દિવસે માઁ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને અંતિમ દિવસ એટલે કે નવમાં દિવસે માઁ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિ દેશના અલગ અલગ ભાગમાં અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. ખાસ કરીને બંગાળ અને ગુજરાતમાં માતાના પાવન પર્વનું વિશેષ મહત્વ છે. ગુજરાત અને બંગાળની નવરાત્રિ સમગ્ર વિશ્વમાં જાણીતી છે. નવરાત્રિની રોનક ચારેકોર દેખાઇ રહી છે. જો કે આ વખતે કોરોના સંકટ વચ્ચે નવરાત્રિની ઉજવણી થોડી સાવધાની પૂર્વક કરવી જોઇએ.
જાણો ક્યા દિવસે ક્યા માતાજીની પૂજા થશે
1- માઁ શૈલપુત્રીઃ પ્રથમ દિવસ એટલે કે 17 ઓક્ટોબર 2020ના પ્રથમ નોરતે ઘટસ્થાપના અને માઁ શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે.
2- માઁ બ્રહ્મચારિણીઃ બીજા નોરતે એટલે કે 18 ઓક્ટોબરે માઁ બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે.
3- માઁ ચંદ્રઘંટાઃ ત્રીજા નોરતે એટલે કે 19 ઓક્ટોબર 2020ના રોજ માઁ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવશે.
4- માઁ કુષ્માંડાઃ ચોથા નોરતે એટલે કે 20 ઓક્ટોબર 2020ના માઁ કુષ્માંડાની પૂજા કરવામાં આવશે.
5- માઁ સ્કંદમાતાઃ પાંચમાં નોરતે એટલે કે 21 ઓક્ટોબર 2020 ના માઁ સ્કંદમાતાની પૂજા કરવામાં આવશે.
6- માઁ કાત્યાયનીઃ છઠ્ઠા નોરતે એટલે કે 22 ઓક્ટોબર 2020ના રોજ માઁ કાત્યાયનીની પૂજા કરવામાં આવશે.
7- માઁ કાલરાત્રિઃ સાતમાં નોરતે એટલે કે 23 ઓક્ટોબર 2020ના રોજ માઁ કાલરાત્રિની પૂજા કરવામાં આવશે.
8- માઁ મહાગૌરીઃ આઠમા નોરતે 24 ઓક્ટોબર 2020ના માઁ મહાગૌરની પૂજા કરવામાં આવશે.
9- માઁ સિદ્ધિદાત્રીઃ નવમા નોરતે એટલે કે 25 ઓક્ટોબર 2020ના માઁ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે. આ દિવસ મહા અષ્ટમી અને મહા નવમી પૂજાના નામથી પણ ઓળખાય છે.
માઁ દુર્ગાનું વિસર્જન
પંચાંગ અનુસાર દશમના દિવસે એટલે કે 26 ઓક્ટોબર 2020ના દિવસે માઁ દુર્ગાનું વિસર્જન કરવામાં આવશે. આ દિવસને દશેરા પણ કહેવાય છે.
