Site icon

ચારધામ યાત્રા પર જનાર લોકો માટે મોટા સમાચાર. હવે IRCTCની વેબસાઈટ પરથી કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર બુક કરાવવુ પડશે, 1 એપ્રિલથી બુકિંગ ચાલુ

હવે કેદારનાથ ધામમાં દર્શન માટે હેલિકોપ્ટરનું બુકિંગ IRCTC પર કરાવવાનું રહેશે. અત્યાર સુધી ખાનગી કંપની દ્વારા હેલિકોપ્ટરની સર્વિસ આપવામાં આવતી હતી ત્યારે આ અંગે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ નિગમ અને IRCTC વચ્ચે MoU થયા છે.

Indian Navy ALH, on a routine sortie off Mumbai, ditched close to the coast.

મોટી દુર્ઘટના ટળી, ભારતીય નૌકાદળના હેલિકોપ્ટરનું મુંબઈ દરિયાકાંઠે થયું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કેવી છે ક્રૂ મેમ્બરની હાલત..

News Continuous Bureau | Mumbai

અત્યાર સુધી શ્રી કેદારનાથ ધામ ના દર્શન માટે હેલિકોપ્ટર સર્વિસિસ ગઢવાલ મંડળ નિગમ ની વેબસાઈટ પરથી બુક કરવી પડતી હતી.. આ સંદર્ભે અનેક લોકોની ફરિયાદ હતી તેમજ લોકોની માંગણી સતત વધી રહી હતી. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ નાગરિક ઉદયન વિકાસ નિગમ એ આઇઆરસીટીસી સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે. જે મુજબ 31 માર્ચ સુધી ઓનલાઈન બુકિંગના પ્લેટફોર્મનું ટ્રાયલ પૂર્ણ થશે. એપ્રિલના પહેલા અઠવાડિયાથી હેલિકોપ્ટરની બુકિંગની સેવા શરૂ કરી દેવામાં આવશે. અત્યાર સુધી પવન હંસ નામની કંપની દ્વારા હેલિકોપ્ટરનું બુકિંગ કરવામાં આવતુ હતુ. આ કંપનીના 12 હેલિકોપ્ટર ફાટાથી કેદારનાથ સુધીની ઉડાન ભરતા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : આ ખાનગી બેંક FD પર 9%નું જબરદસ્ત વ્યાજ આપી રહી છે, 501 દિવસ માટે રોકાણ કરો

6 લાખથી વધુ રજિસ્ટ્રેશન

યાત્રા માટે અત્યાર સુધી 6 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચુક્યા છે. રજિસ્ટ્રેશનની આ પ્રોસેસ ફેબ્રૂઆરીથી શરુ થઈ જાય છે. ચારધામ યાત્રામાં સૌથી વધુ રજિસ્ટ્રેશન 5.97 લાખ કેદરનાથ માટે થયા છે. જ્યારે બદ્રીનાથ માટે 1.9 લાખ રજિસ્ટ્રેશન થયા છે. આ વર્ષે કેદારનાથધામના કપાટ 25 એપ્રિલે અને બદ્રીનાથધામના કપાટ 27 એપ્રિલે ખુલશે.

ગત વર્ષે 45 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા કરી

ગત વર્ષે, લગભગ 45 લાખ શ્રદ્ધાળુઓએ ની યાત્રા કરી હતી. દરેક મંદિરે પગપાળા જતા દર્શનાર્થીઓની સંખ્યા વધુ નોંધાઈ હતી. બદ્રીનાથ ખાતે 17.6 લાખ, કેદારનાથમાં 15.6 લાખ, ગંગોત્રીમાં 6.2 લાખ અને યમુનોત્રીમાં 4.8 લાખ દર્શનાર્થીઓ નોંધાયા હતા.

Gajkesari Rajyog: 12 વર્ષ બાદ બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, ગુરુ-ચંદ્રની કૃપાથી મળશે ભરપૂર લાભ
Mangal Gochar: ભાઈબીજ પછી મંગળ કરશે વૃશ્ચિક રાશિમાં ગોચર, આ 3 રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત
Budhaditya Rajyog: 17 સપ્ટેમ્બરે ચમકશે ‘આ’ રાશિઓનું નસીબ, 1 વર્ષ બાદ થશે બુધ-સૂર્યની યુતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version