News Continuous Bureau | Mumbai
જ્યોતિષમાં રત્નોનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જ્યોતિષની(astrology) સલાહ મુજબ ગ્રહો અને રાશિ પ્રમાણે રત્નો પહેરવા જોઈએ. રત્નશાસ્ત્રમાં કુલ 84 ઉપરત્ન અને 9 મુખ્ય રત્નોનો(gem) ઉલ્લેખ છે, જે એક અથવા બીજા ગ્રહ સાથે સંકળાયેલા છે. જ્યોતિષશાસ્ત્ર ગ્રહ નક્ષત્રોના આધારે તમામ 12 રાશિઓ માટે અલગ-અલગ રત્નો સૂચવે છે, રાશિ પ્રમાણે રત્નો પહેરવાથી કુંડળીમાં અશુભ ગ્રહોની અસર ઓછી થાય છે.કર્ક રાશિની વાત કરીએ તો ચંદ્રને આ રાશિનો કારક ગ્રહ માનવામાં આવે છે. કર્ક રાશિ જળ તત્વ ની પ્રધાન રાશિ તરીકે ઓળખાય છે.જ્યોતિષ શાસ્ત્ર(jyotish shastra) અનુસાર કર્ક રાશિનું શુભ રત્ન મોતી છે. આ રત્ન ધારણ કરવાથી કર્ક રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આવો જાણીએ કર્ક રાશિના લોકો માટે મોતીના રત્નોના(pearl gem) શું ફાયદા છે અને તેને પહેરવાના નિયમો શું છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકો સ્વભાવે જિદ્દી હોય છે, પરંતુ તેઓ બુદ્ધિશાળી પણ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મોતી(pearl) એક એવું રત્ન છે, જેની પ્રકૃતિ શીતળ હોય છે. જો આ રાશિના લોકો મોતી પહેરે તો તેમનું મન શાંત રહે છે.તેમજ મોતી પહેરવાથી તણાવ(stress) દૂર થાય છે અને વ્યક્તિને પૂરતી ઊંઘ આવે છે. તેથી કર્ક રાશિના લોકો માટે મોતી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રત્ન પહેરવાથી આર્થિક લાભ (financial benefit)પણ થાય છે. તેમજ મોતી પહેરવાથી કુંડળીમાં રહેલ ચંદ્ર દોષ પણ દૂર થાય છે.
આ સમાચાર પણ વાંચો : ભૂલ માં પણ આ જગ્યાઓ પર ન લગાવો પૂર્વજોની તસવીર-લાગશે પિતૃ દોષ-જાણો પૂર્વજોને પ્રસન્ન કરવાના વાસ્તુ ઉપાય વિશે
ચાંદીની(silver ring) વીંટીમાં મોતીનું રત્ન નાની આંગળી એટલે કે ટચલી આંગળી માં ધારણ કરવું જોઈએ. તમે તેને કોઈપણ મહિનાના શુક્લ પક્ષના સોમવારે રાત્રે ધારણ કરી શકો છો. જો કોઈ વ્યક્તિ પૂર્ણિમાના દિવસે મોતી પહેરે છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર, મોતી પહેરતા પહેલા તેને ગંગા જળથી ધોઈને શિવને અર્પણ કરવું જોઈએ. એ પણ ધ્યાનમાં રાખો કે જો તમે મોતીનું રત્ન પહેર્યું હોય તો તેની સાથે અન્ય કોઈ રત્ન ન પહેરો. ફક્ત પોખરાજ અને કોરલ જ મોતી સાથે પહેરી શકાય છે.