ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
આજથી પિતૃ પક્ષની શરૂઆત થઈ રહી છે. હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા માસની પૂર્ણિમા તિથિથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે. આ દિવસથી પિતૃઓને તર્પણ આપવામાં આવે છે.આ વખતે પિતૃ પક્ષ 20 સપ્ટેમ્બર, 2021થી શરુ થઈ પિતૃ અમાવસ્યા એટલે 06 ઑક્ટોબર સુધી રહેશે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર જે પરિજન પોતાનો દેહત્યાગ કરી પરલોક જતા રહે છે એમના આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે.
મુંબઈમાં ગઈ કાલથી સતત વરસાદ ચાલુ છે, ક્યાં કેટલા મિલીમીટર વરસાદ; જાણો વિગત
હિંદુ માન્યતા અનુસાર જે પરિવારની વ્યક્તિ પોતાનો દેહ છોડીને પરલોક સિધાવ્યા છે તેમની આત્માની શાંતિ માટે તર્પણ કરાય છે. આ સિવાય યમરાજ પણ શ્રાદ્ધ પક્ષમાં જીવને મુક્ત કરે છે જેથી પરિજનો અહીં જઈને શાંતિ મેળવી શકે. એવું માનવામાં આવે છે કે પિતૃ શ્રાદ્ધ પક્ષમાં પૃથ્વી પર આવે છે અને પોતાના પરિજનોથી તર્પણ મેળવી એમને આશીર્વાદ આપે છે. એનાથી ઘરમાં સુખશાંતિ બની રહે છે. જો કોઈ વ્યક્તિ મૃત પરિજનને તર્પણ નહિ આપે તો પિતૃ નારાજ થઈ જાય છે, સાથે જ કુંડળીમાં પિતૃદોષ લાગી જાય છે.
પિતૃ પક્ષમાં કોઈ પણ શુભ કાર્ય જેમ કે લગ્ન, સગાઈ, મુંડન, ગૃહપ્રવેશ, ઘર માટે મહત્ત્વની વસ્તુઓની ખરીદી વગેરે ન કરવું. આ સમયમાં નવાં કપડાં કે કોઈ પણ જાતની ખરીદી અશુભ ગણાય છે. આ દરમિયાન ખૂબ જ સાદું જીવન જીવવા અને સાત્ત્વિક ભોજન કરવા માટે કહેવામાં આવ્યું છે.