ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 ઓક્ટોબર 2020
નવલી નવરાત્રિનું આજે ચોથું નોરતુ છે. આજના દિવસે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. પોતાના મરક મરક હાસ્યથી બ્રહ્માંડનું નિર્માણ કરનારા માતા કુષ્માંડા સૃષ્ટિનું આદિ સ્વરૂપ છે. કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહતું, ચારે બાજુ ઘનઘોર અંધારું હતું. ત્યારે માતા કુષ્માંડાએ પોતાના હાથોથી આ સૃષ્ટિની રચના કરી હતી. તેઓ સૂર્યલોકમાં વાસ કરે છે. માતા કુષ્માંડા અષ્ટભૂજા ધરાવે છે. તેમના સાત હાથોમાં ક્રમશ: કમંડળ, ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃતપૂર્ણ કળશ. ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓને આપનારી જાપમાળા છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ક્ષમતા અન્ય દેવી દેવતાઓમાં નથી તે તમામ માતા કુષ્માંડામાં રહેલી છે.
આ દિવસે લાલ રંગના ફૂલોથી પૂજા કરવાની પરંપરા છે. કારણ કે માતા કુષ્માંડાને લાલ રંગના ફૂલો અતિ પ્રિય છે. માં કુષ્માંડાની પૂજા કર્યા બાદ દુર્ગા ચાલિસા અને માતા દુર્ગાની આરતી જરૂર કરવી જોઈએ. માન્યતા છે કે માતા કુષ્માંડાની વિધિ વિધાનથી પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે. માતા કુષ્માંડા સંસારના અનેક કષ્ટો અને સંકટોમાંથી મુક્તિ અપાવે છે.
માતા કુષ્માંડાના ઉપાસના મંત્ર –
वन्दे वाञ्छित कामार्थे चन्द्रार्धकृतशेखराम्.
सिंहरूढ़ा अष्टभुजा कूष्माण्डा यशस्विनीम्॥
सुरासम्पूर्णकलशं रूधिराप्लुतमेव च. दधाना.
हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥
માતા કુષ્માંડાને લગાવો આ ભોગ
પુરાણોમાં કહેવાયુ છે કે માતાના ચોથા સ્વરૂપને માલપુવા ખુબ ભાવે છે અને માલપુઆનો ભોગ લગાવવાથી માતા પ્રસન્ન થાય છે અને મનુષ્યને કષ્ટો અને દુ:ખોથી મુક્તિ મળે છે.
