Pyrite Anklet Astrology Rules ખોટી રીતે પહેરેલી પાયરાઈટની પાયલ લાવી શકે છે મોટી આફત! કિસ્મત ચમકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો, નહીંતર થશે મોટું નુકસાન

Pyrite Anklet Astrology Rules 'ફૂલ્સ ગોલ્ડ' તરીકે ઓળખાતો આ ક્રિસ્ટલ કઈ રાશિઓ માટે શુભ અને કોના માટે છે અશુભ? પગમાં પહેરવાથી વધી શકે છે આર્થિક તંગી

by kalpana Verat
Pyrite Anklet Astrology Rules  ખોટી રીતે પહેરેલી પાયરાઈટની પાયલ લાવી શકે છે મોટી આફત! કિસ્મત ચમકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો, નહીંતર થશે મોટું નુકસાન

 

News Continuous Bureau | Mumbai

Pyrite Anklet Astrology Rules રત્નશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહોના ૯ મુખ્ય રત્નો અને અનેક ઉપ્રતનો (ક્રિસ્ટલ્સ) વિશે જણાવવામાં આવ્યું છે, જેમાં પાયરાઈટ (Pyrite) નો પણ સમાવેશ થાય છે. તેને પૈસા, સમૃદ્ધિ અને ભાગ્યને આકર્ષિત કરતો અત્યંત પ્રભાવી પથ્થર માનવામાં આવે છે. આજકાલ માર્કેટમાં પાયરાઈટ રત્ન ખૂબ જ ટ્રેન્ડમાં છે અને તેની ફેશનેબલ જ્વેલરી સરળતાથી મળી રહે છે. આ એક સેમીપ્રિશિયસ સ્ટોન હોવાથી સામાન્ય લોકો માટે પણ તે ખરીદવો સહેલો છે. પરંતુ, ફેશન કે પૈસા આકર્ષિત કરવાના ચક્કરમાં કોઈપણ નિયમ જાણ્યા વગર તેની પાયલ (એન્કલેટ) પહેરવી ભારે પડી શકે છે.

Pyrite Anklet Astrology Rules – સોના જેવો ચમકતો હોવાથી પાયરાઈટને ‘ફૂલ્સ ગોલ્ડ’ કહેવામાં આવે છે

પાયરાઈટનો દેખાવ એકદમ સોના જેવો ચમકતો હોય છે, જેના કારણે તેને વૈજ્ઞાનિક અને સામાન્ય ભાષામાં ‘ફૂલ્સ ગોલ્ડ’ (Fool’s Gold) પણ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ સ્ટોન વ્યક્તિના શરીરમાં સૂર્ય અને મંગળ ગ્રહની ઉર્જા આપનારો માનવામાં આવે છે. સૂર્ય અને મંગળ બંને તેજસ્વી અને અગ્નિ તત્વના ગ્રહો હોવાથી પાયરાઈટ દરેક વ્યક્તિ માટે અનુકૂળ આવે તે જરૂરી નથી. કોઈપણ રત્ન કે ક્રિસ્ટલ ધારણ કરતા પહેલા કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને પોતાની રાશિ જાણવી ખૂબ જ અનિવાર્ય છે.

Pyrite Anklet Astrology Rules – મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિ માટે શુભ; આ ૩ રાશિના લોકો ભૂલથી પણ ન પહેરે

જ્યોતિષીય ગણતરી મુજબ પાયરાઈટ ઉપ્રત્ન મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે અત્યંત શુભ અને લાભદાયી માનવામાં આવે છે. ખાસ કરીને આ રાશિના જે લોકોની કુંડળીમાં સૂર્ય અથવા મંગળ નબળો હોય, તેમને આ સ્ટોન પહેરવાથી આત્મવિશ્વાસ, કરિયરમાં ગ્રોથ અને ધન-સમૃદ્ધિ મળે છે. બીજી તરફ, વૃષભ, કર્ક અને મકર રાશિના લોકોએ પાયરાઈટ પહેરવાથી બચવું જોઈએ. આ ઉપરાંત જે લોકોની કુંડળીમાં સૂર્ય-મંગળ પહેલેથી જ મજબૂત હોય, તેઓ જો આ સ્ટોન પહેરે તો તેમનો ગુસ્સો, આક્રમકતા, માનસિક તણાવ અને બ્લડ પ્રેશર (બીપી) વધી શકે છે.

Pyrite Anklet Astrology Rules – પગમાં પાયલ તરીકે પહેરવાની ભૂલ કરવાથી થશે મોટું આર્થિક નુકસાન

જો તમારી રાશિ મુજબ પાયરાઈટ પહેરવો યોગ્ય હોય, તો પણ તેની પાયલ (એન્કલેટ) બનાવીને પગમાં પહેરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. પગ એ શરીરનો સૌથી નીચલો ભાગ છે અને જ્યોતિષમાં ધન તેમજ સૂર્ય-મંગળની ઉર્જા આપનારા શુભ રત્નને પગમાં પહેરવો એ તેનું અનાદર કરવા બરાબર ગણાય છે. આવું કરવાથી કુંડળીમાં ગ્રહો વધુ બગડી શકે છે, જેના કારણે ફાયદાને બદલે મોટું નુકસાન, આર્થિક અસ્થિરતા, ધનહાનિ, માનસિક બેચેની અને ઘરમાં નકારાત્મકતા (નેગેટિવિટી) વધી શકે છે. તેથી, પાયરાઈટને હંમેશા વીંટી, પેન્ડન્ટ અથવા બ્રેસલેટના રૂપમાં જ ધારણ કરવો હિતાવહ છે.

👉 આ સમાચાર વાચો:
Ice Water Therapy Beauty Tips રૂપિયા ખર્ચ્યા વગર મેળવો ગ્લોઇંગ સ્કીન! રોજ સવારે ઠંડા પાણીમાં ચહેરો ડુબાડવાના આ ફાયદા જાણીને મોંઘી ક્રીમ ભૂલી જશો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More