રાગીગુડ્ડા અંજનેયા મંદિર ભગવાન હનુમાનને સમર્પિત એક હિન્દૂ મંદિર છે, જે બેંગ્લોરના જયનગર 9 મા બ્લોક પરામાં એક ટેકરી ધરાવતા 5 એકરમાં ફેલાયેલ છે. આ મંદિરમાં રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનની મૂર્તિ સાથે શિવલિંગ પણ છે. મંદિર એક ટેકરી પર છે. અહીં ટેકરીના પાયા પર ગણેશ, નવગ્રહ અને દેવી રાજરાજેશ્વરીને સમર્પિત એક નાનું મંદિર પણ છે.
