Site icon News Continuous Bureau | Mumbai

રાખડીની થાળી સજાવતા તેમાં અવશ્ય મૂકો આ ચીજો- મળશે લક્ષ્મીજીના આર્શીવાદ- ધન સંપત્તિથી ભરેલુ રહેશે ભાઈનુ ઘરદ્વાર

 News Continuous Bureau | Mumbai

ભાઈ અને બહેન(brother and sister love) વચ્ચેના અતૂટ પ્રેમ અને વિશ્વાસનો તહેવાર (festival) એટલે રક્ષાબંધન(raksha Bandhan. આ વખતે 11મી ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે, બહેનો તેમના ભાઈઓને તેમના રક્ષણનું વચન(promise) આપવા તેમને રાખડી બાંધી આરતી ઉતારે છે. રાખડીની થાળી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો રાખડીની થાળી(rakhi Thali)ને સજાવીને યોગ્ય રીતે રાખડી બાંધવા(sister tie rakhi to her borther)માં આવે તો ભાઈને સુખી(Happy life) જીવન અને લાંબુ આયુષ્ય મળે છે. તો ચાલો જાણીએ રાખી થાળીમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ.

Join Our WhatsApp Channel

ચાંદીની થાળી – તમે જે થાળીમાં રાખડી બાંધવાની તમામ વસ્તુઓ મુકવાના છો, જો તે થાળી ચાંદી(Silver Thali)ની હોય તો માતા લક્ષ્મી(Mata Laxmi) તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે. ચાંદી(Silver)ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાંદીની થાળીમાં રક્ષાબંધન માટેની વસ્તુઓ મુકવાથી તમારા ભાઈનુ જીવન ઉજ્જવળ થશે અને તેનું ઘર ધનથી ભરેલું રહેશે.

કળશ – કળશ(kalash) વગર ઉપવાસ(Fast), પૂજા શક્ય નથી. માનવામાં આવે છે કે કળશમાં જીવનનું અમૃત સમાયેલું છે. કળશ જીવનનુ પોષણ કરે છે અને હિંદુ માન્યતાઓ અનુસાર, દેવી લક્ષ્મી કળશને પોતાના હાથમાં રાખે છે. તેથી, રક્ષાબંધનની થાળીમાં કળશ મુકવો જરૂરી છે.

 આ સમાચાર પણ વાંચો : આજે આખો દિવસ રહેશે ભદ્રની છાયા -જાણો રક્ષાબંધન માં રાખડી બાંધવાના શુભ મુહૂર્ત વિશે

દીવો – દિવાની સરખામણી માતા લક્ષ્મી સાથે કરવામાં આવી છે, તેથી થાળીમાં દીવો હોવો જોઈએ. દીવામાંથી પ્રકાશ આવે છે અને પ્રકાશ જીવનમાં સકારાત્મકતા લાવે છે. દિવાને આનંદ અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. 

રાખડી – રાખડી(rakhi) એ માત્ર રેશમનો દોરો(Thread) નથી પરંતુ તે બે પવિત્ર અતૂટ સંબંધો(relation)ને દર્શાવે છે. રાખડીનો દોરો પણ એ વચનની યાદ અપાવે છે. જે એક ભાઈ પોતાની બહેનની રક્ષા માટે કરે છે.

ચંદન – રક્ષાબંધનની થાળીમાં ચંદન (Sandalwood) જરૂર હોવું જોઈએ. ચંદન નકારાત્મકતા દૂર કરે છે. જો તમે રક્ષાબંધનના દિવસે તમારા ભાઈને ચંદનનું તિલક(Tilak) લગાવો છો તો તે ખૂબ જ શુભ છે. હિંદુ ધર્મ(Hindu)માં તિલકને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે તમારા ભાઈના કપાળ પર તિલક લગાવો છો, તો દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ભાઈ પર બની રહે છે.

કંકૂ (કુમકુમ)- હિન્દૂ ધર્મમાં પૂજાનું ખુબ જ મહત્વ છે. તેથી ભાઇને રાખડી બાંધતા પહેલા તિલક કરવામાં આવે છે. તમે ઇચ્છો તો રોલી, કંકૂ અથવા હળદરથી તિલક કરી શકો છો. 

 આ સમાચાર પણ વાંચો : આજનો શુભ દિવસ- ભાઈની રક્ષા માટે બહેનો દ્વારા ઉજવાતો ઉત્સવ એટલે કે -રક્ષાબંધન- જાણો તહેવારનું  મહત્વ

ચોખા – અક્ષત રૂપે તમે ચોખાનો ઉપયોગ કરી શકો છો. તેથી એવા ચોખા લો જે તુટે નહીં. તેને ભાઇને તિલક લગાવી ચોખા લગાવી દો.

મીઠાઈ – મીઠાઈ(Sweet)ઓ સુખનું પ્રતીક છે. તે પહેલા દેવી લક્ષ્મીને અર્પણ કરવામાં આવે છે અને પછી પ્રસાદ તરીકે દરેકને વહેંચવામાં આવે છે.

રાખડી બાંધતી વખતે બોલો આ મંત્ર – 

येन बद्धो बलि राजा,दानवेन्द्रो महाबलः ।

तेन त्वाम प्रति बच्चामि रक्षे, मा चल मा चल।

(નોંધ- આ સમાચાર ફક્ત કેટલીક સામાન્ય માહિતીના આધારે લખવામાં આવ્યા છે.)

Today’s Horoscope : આજનો દિવસ:૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Exit mobile version