News Continuous Bureau | Mumbai
Shani Transit: આ વર્ષે 13 જુલાઈથી શનિદેવ મીન રાશિમાં વક્રી ચાલથી ગોચર કરશે. આ ગોચર એવા સમયે થઈ રહ્યો છે જ્યારે શ્રાવણ અને ચતુર્માસ ચાલી રહ્યા છે. શનિદેવ અને બુધની યુતિથી સમસપ્તક યોગ બનશે, જે 30 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે.. આ યોગથી કેટલીક રાશિઓને વિશેષ લાભ મળશે.
વૃષભ રાશિ માટે આ સમય લાવશે નાણાકીય લાભ
વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ લાભદાયક રહેશે. આવકમાં વધારો થશે અને નવા ઇન્કમ સ્ત્રોતો મળશે. પ્રોપર્ટીસંબંધિત કામોમાં પણ લાભના યોગ છે. લગ્ન માટે પણ અનુકૂળ સમય છે.
આ સમાચાર પણ વાંચો : Sawan Dreams 2025: જો તમને પણ શ્રાવણ માસ સમય આવા સપના દેખાય તો સમજી લો કે શિવજી ની તમારા પર વિશેષ કૃપા છે.
કર્ક રાશિના જાતકોને મળશે રાજયોગના લાભ
કર્ક રાશિના લોકો માટે આ સમય લાભદાયક રહેશે. કોઈ મહત્વની ડિલ તમને નફો અપાવશે. પરિવારમાં શુભ પ્રસંગો થશે. કાર્યક્ષેત્રમાં તમારી કાબિલિયત સાબિત થશે અને પ્રમોશનના યોગ છે. સમાજમાં માન-સન્માન મળશે.
મીન રાશિના લોકો માટે શનિદેવ લાવશે રાહત
મીન રાશિના જાતકો માટે આ સમય કમાણી માટે ઉત્તમ રહેશે. શનિદેવની કૃપા સાથે શિવ ભક્તિથી પણ લાભ મળશે. શનિની સાડેસાતી હોવા છતાં આ સમય દરમિયાન રાહત મળશે અને નાણાકીય રીતે લાભના સંકેત છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)