News Continuous Bureau | Mumbai
શનિવાર, 30 એપ્રિલે ચૈત્ર મહિનાની અમાસ(Amas) છે. જેને સતુવાઈ અમાસ તેમજ શનિવારે અમાસ હોવાથી તેને શનિશ્ચરી અમાસ(Saturn Amas) કહેવામાં આવે છે. આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ(solar eclipse) અને શનિશ્વરી અમાસનો દુર્લભ યોગ છે. આ ખંડગ્રાસ સૂર્યગ્રહણનો ભારતીય સમય અનુસાર રાત્રે ૧૨ કલાક ૧૫ મિનિટ અને ૧૯ સેકન્ડે પ્રારંભ થશે અને તે મોડી રાત્રે ૪ કલાક ૭ મિનિટ અને ૫૬ સેકન્જ સુધી રહેશે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવવાનું નથી માટે તેની અસર નહીં રહે. શાસ્ત્ર અનુસાર રાત્રે થનારું સૂર્યે ગ્રહણ પણ અસર નથી કરતું તેથી પણ તેનું સૂતક ભારતમાં લાગશે નહીં.
આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ-તર્પણ વગેરે શુભકામ કરવા જોઈએ. અમાસના દિવસે ઘરના પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. બપોરે લગભગ 12 વાગે ગોબરના છાણા પ્રગટાવો અને જ્યારે ધુમાડો બંધ થઈ જાય ત્યારે ગોળ અને ઘી તેના ઉપર રાખીને ધૂપ અર્પણ કરો. પિતૃઓના નામથી ધન અને અનાજનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો. આ અમાસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો અને સ્નાન કર્યા પછી નદી કિનારે દાન-પુણ્ય કરો. તેમજ સાંજના સમયે તુલસીને દીવો કરી તેનું પુજન કરો. આવું કરવાથી દોષ દુર થશે તેમજ પિતૃઓને તૃપ્તિ મળશે.
આ સમાચાર પણ વાંચો : આજે તારીખ -૩૦:૦૪:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ