News Continuous Bureau | Mumbai
Sawan Dreams 2025: શ્રાવણ 2025નો પવિત્ર મહિનો 11 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે અને 9 ઓગસ્ટે પૂર્ણ થશે. આ મહિનો ભગવાન શિવ ને અતિ પ્રિય છે અને કરોડો શ્રદ્ધાળુઓ આ સમયની આતુરતાથી રાહ જુએ છે. જો આ પવિત્ર સમયમાં કોઈ વ્યક્તિને સપનામાં 4 ખાસ ચિહ્નો દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ ચિહ્નો દર્શાવે છે કે ભોલેનાથ ની કૃપા તમારા પર વરસી રહી છે અને તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે.
સપનામાં ત્રિશૂલ દેખાવું
સપનામાં ત્રિશૂલ દેખાવું સ્વપ્ન શાસ્ત્ર અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્રિશૂલ ભગવાન શિવના ત્રણ ગુણો — તમ, રજ અને સત્વ — નું પ્રતિક છે. આ સપના નો અર્થ એ થાય છે કે તમારા જીવનમાંથી કામ, ક્રોધ અને લોભ જેવા અવગુણો દૂર થવા જઈ રહ્યા છે, જે જીવનમાં શાંતિ અને સુખ લાવે છે.
સપનામાં નંદી (Nandi) બળદ દેખાવું
નંદી (Nandi) ભગવાન શિવના વાહન અને અનન્ય ભક્ત છે. કોઈ પણ શિવ મંદિર નંદી વિના અધૂરો હોય છે. જો સપનામાં નંદી દેખાય તો તે સંકેત છે કે ભગવાન શિવ તમારા પર પ્રસન્ન છે અને તમારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Rohini Vrat on 24th June: જૈન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે રોહિણી વ્રત, જાણો 24 જૂનના રોજ આવતા આ વ્રત નું શુભ મુહૂર્ત અને નક્ષત્ર
સપનામાં ડમરુ (Damru) અને શિવલિંગ (Shivling) દેખાવું
ડમરુ ભગવાન શિવનું પ્રિય વાદ્ય છે. જો સપનામાં ડમરુ દેખાય તો તે ખુશીઓના આગમન અને મુશ્કેલીઓના અંતનો સંકેત છે. શિવલિંગ દેખાવું તો તે આધ્યાત્મિક જાગૃતિ અને ઘરમાં ધન-સંપત્તિ ના આગમન નો સંકેત છે.