News Continuous Bureau | Mumbai
Sawan Putrada Ekadashi: શ્રાવણ મહિના ની શુક્લ પક્ષની એકાદશી, જેને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, આ વર્ષે 5 ઓગસ્ટ, મંગળવારના રોજ મનાવવામાં આવશે. આ પાવન દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુની ઉપાસના કરીને સંતાન સુખ, દીર્ઘાયુ અને આરોગ્ય માટે વ્રત રાખે છે. પુત્રદા એકાદશીનું ધાર્મિક મહત્વ ખૂબ વિશિષ્ટ છે અને માન્યતા છે કે આ વ્રતથી પાપોનો નાશ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.
પુત્રદા એકાદશી નું મહત્વ અને માન્યતાઓ
આ વ્રત ખાસ કરીને તે દંપતી માટે મહત્વપૂર્ણ છે, જેમને સંતાનની ઈચ્છા હોય. માન્યતા છે કે આ વ્રતથી માત્ર વર્તમાન સંતાનની રક્ષા જ નહીં થાય, પણ આગત સંતાનને પણ આયુષ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી પરિવારમાં સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.
પુજા વિધિ અને સામગ્રી
મંગળવારના દિવસે શ્રદ્ધાળુઓ સવારમાં સ્નાન કરીને વ્રતનું સંકલ્પ લે છે. પછી શ્રી વિષ્ણુજીની પૂજા પીળા પુષ્પો, તુલસીદળ, પંચામૃત, ધૂપ-દીપ અને ભજન-કીર્તનથી કરવામાં આવે છે. સાંજના સમયે કથા શ્રવણ અને આરતી બાદ ફળાહાર લેવાય છે. પૂજામાં શ્રી વિષ્ણુજીનું ચિત્ર અથવા મૂર્તિ, પુષ્પ, નારિયેળ, સોપારી, ફળ, લવિંગ, ઘી, ચંદન, મિષ્ઠાન વગેરે સામગ્રીનો ઉપયોગ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Raksha Bandhan 2025: રક્ષાબંધનના પાવન દિવસે રાશિ અનુસાર પસંદ કરો રાખડી અને વસ્ત્રોનો રંગ, ભાઈ બહેન ના સંબંધ માં આવશે મધુરતા
મુહૂર્ત અને પારણ સમય
- એકાદશી તિથિ શરૂ: 4 ઑગસ્ટ, 2025 – 11:41 AM
- એકાદશી તિથિ સમાપ્ત: 5 ઑગસ્ટ, 2025 – 01:12 PM
- પારણ સમય: 6 ઑગસ્ટ – 05:45 AM થી 08:26 AM
- દ્વાદશી સમાપ્ત: 6 ઑગસ્ટ – 02:08 PM
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)