ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
દેશના અનેક ભાગોમાં શ્રાવણ મહિનો શરૂ થયો છે ત્યારે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે 12 જ્યોતિર્લિંગોમાંથી એક મધ્ય પ્રદેશના ઉજ્જૈનસ્થિત વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં મોટી દુર્ઘટના ટળી હતી. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે મહાકાલના મંદિરમાં દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, પરંતુ જેવા મંદિરના દ્વાર ખૂલ્યાં મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા માટે ભાગદોડ મચી ગઈ હતી.
મહાકાલના મંદિરમાં મચેલી આ ભાગદોડનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ઊમટી પડેલી ભીડ મંદિરમાં પ્રવેશ માટે ધક્કામુક્કી કરી રહી છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના જ લોકો મંદિરમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે.
જોકે સદનસીબે ભાગદોડમાં કોઈનો જીવ ગયો નથી, પરંતુ આ ભાગદોડમાં કેટલાંક બાળકો અને મહિલાઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ વિશ્વપ્રસિદ્ધ મહાદેવના મંદિરમાં હજારો ભાવિકો ઊમટી પડતાં ધક્કામુક્કી, મોટી દુર્ઘટના ટળી.. જુઓ વિડીયો…#MadhyaPradesh #ujjain #mahakaleshwartemple #shravanmaas #12jyotirlanga #mahakal #shivling #kalbhairav pic.twitter.com/5OcyKdE2qX
— news continuous (@NewsContinuous) July 28, 2021